ઝી મીડિયા/બ્યૂરો :નિર્ભયા કેસ (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને આજે સવારે નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી (Justice Delivered) આપી દેવામાં આવી. આ દરમિયાન તિહાર જેલ (Tihar Jail) ની બહાર મીડિયા અને લોકોનો જમાવડો રહ્યો હતો. લોકો હાથમાં તિરંગો લઈને બહાર ઉભા હતા. જેલની અંદરથી જેમ દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવાના સમાચાર આવ્યા, તો બહાર ભારત માતાની જય જયકારના નારા ગુંજી ઉઠ્યા હતા. ત્યારે અહીં વાંચી લો કે, નિર્ભયાને ન્યાયના અંતિમ 10 મિનીટનું શું શું થયું હતું....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય દોષિતોને એકસાથે ફાંસીને માંચડે લટકાવાયા


નિર્ભયાના ન્યાયના અંતિમ 10 મિનીટ


  • 5:21 AM તમામ દોષિતોને ફાંસી ઘરમાં લઈ જવામાં આવ્યા

  • 5:23 AM દોષિતોને ફાંસીના તખ્તા પર ઉભા કરવામાં આવ્યા

  • 5:25 AM દોષિતોના હાથપગ બાંધવામાં આવ્યા

  • 5:27 AM દોષિતોને કાળો નકાબ પહેરાવી દેવામાં આવ્યો

  • 5:29 AM ફાંસીનું કાઉન્ટડાઉન શરૂ થયું

  • 5:30 AM નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવી


ફાંસી બાદ દીકરીની તસવીરને ગળે લગાવી, બાદમાં નિર્ભયાના માતા બોલ્યા કે.... 


ફાંસી બાદ આશા દેવીએ કહ્યું કે, મેં દીકરીની તસવીરને ગળે લગાવીને કહ્યું કે, બેટા આજે તમને ન્યાય મળ્યો છે. મને મારી દીકરી પર ગર્વ છે. આજે જો તે જીવિત હોતી તો હું એક ડોક્ટરની માતા કહેવાઈ હતો. મીડિયા સાથે વાતચીત કરતા સમયે આશાદેવી બહુ જ ભાવુક બની ગયા હતા. તેમણે કહ્યું કે, હું દેશભરની મહિલાઓને અપીલ કરું છું કે દેશમાં કોઈ પણ દીકરી સાથે અન્યાય થાય તો તેનો સાથ આપો. 


આશા દેવીએ કહ્યું કે, દેશની બાળકીઓ માટે મારો સંઘર્ષ ચાલુ રહેશે. હું આગળ પણ આ લડાઈ ચાલુ રાખીશ. આજ બાદ દેશની દીકરીઓ પોતાની જાતને સુરક્ષિત અનુભવશે.


નિર્ભયાના માતાએ કહ્યું કે, આવું પહેલીવાર બન્યું છે, જ્યાં ચાર દોષિતોને એકસાથે ફાંસીના માંચડા પર લટકાવાયા છે. મારી દીકરીને મોડે મોડે પણ ન્યાય મળ્યો છે. આજે દેશની દીકરીઓને ન્યાય મળ્યો છે. હું દેશની ન્યાય વ્યવસ્થાનો આભાર માનું છું. તેઓએ દોષિતોના તમામ દાવપેચને ફેલ કર્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...