ફાંસી બાદ દીકરીની તસવીરને ગળે લગાવી, બાદમાં નિર્ભયાના માતા બોલ્યા કે....

નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસીના માંચડા પર લટકાવવામાં આવ્યા. ફાંસી થતા જ નિર્ભયાની માતા આશાદેવી (Asha Devi) જે સોસાયટીમાં રહે છે, તેની બહાર ભીડ એકત્રિત થઈ ગઈ હતી. તેના બાદ આશા દેવી પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસીના માંચડા પર લટકાવવામાં આવ્યા. ફાંસી થતા જ નિર્ભયાની માતા આશાદેવી (Asha Devi) જે સોસાયટીમાં રહે છે, તેની બહાર ભીડ એકત્રિત થઈ ગઈ હતી. તેના બાદ આશા દેવી પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા.
ફાંસી બાદ આશા દેવીએ કહ્યું કે, મેં દીકરીની તસવીરને ગળે લગાવીને કહ્યું કે, બેટા આજે તમને ન્યાય મળ્યો છે. મને મારી દીકરી પર ગર્વ છે. આજે જો તે જીવિત હોતી તો હું એક ડોક્ટરની માતા કહેવાઈ હતો. મીડિયા સાથે વાતચીત કરતા સમયે આશાદેવી બહુ જ ભાવુક બની ગયા હતા. તેમણે કહ્યું કે, હું દેશભરની મહિલાઓને અપીલ કરું છું કે દેશમાં કોઈ પણ દીકરી સાથે અન્યાય થાય તો તેનો સાથ આપો.
7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય દોષિતોને એકસાથે ફાંસીને માંચડે લટકાવાયા
આશા દેવીએ કહ્યું કે, દેશની બાળકીઓ માટે મારો સંઘર્ષ ચાલુ રહેશે. હું આગળ પણ આ લડાઈ ચાલુ રાખીશ. આજ બાદ દેશની દીકરીઓ પોતાની જાતને સુરક્ષિત અનુભવશે.
નિર્ભયાના માતાએ કહ્યું કે, આવું પહેલીવાર બન્યું છે, જ્યાં ચાર દોષિતોને એકસાથે ફાંસીના માંચડા પર લટકાવાયા છે. મારી દીકરીને મોડે મોડે પણ ન્યાય મળ્યો છે. આજે દેશની દીકરીઓને ન્યાય મળ્યો છે. હું દેશની ન્યાય વ્યવસ્થાનો આભાર માનું છું. તેઓએ દોષિતોના તમામ દાવપેચને ફેલ કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...