#NirbhayaNyayDivas: 7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય દોષિતોને એકસાથે ફાંસીને માંચડે લટકાવાયા
નિર્ભયા કેસ (Nirbhaya Case) માં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. હવે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બહર, 2012ના રોજ દિલ્હીમાં નિર્ભયાની સાથે બર્બતાપૂર્વક ગેંગરેપ થયો હતો. આ ઘટનાને સમગ્ર દેશવાસીઓને ચોંકાવી દીધી હતી. ગત સાત વર્ષોથી પણ વધુ સમયથી નિર્ભયાની માતા આશાદેવી ઈન્સાફ માટે લડાઈ લડી રહી હતી. આજે નિર્ભય અને તેના સમગ્ર પરિવારને ન્યાય મળ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :નિર્ભયા કેસ (Nirbhaya Case) માં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. હવે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બહર, 2012ના રોજ દિલ્હીમાં નિર્ભયાની સાથે બર્બતાપૂર્વક ગેંગરેપ થયો હતો. આ ઘટનાને સમગ્ર દેશવાસીઓને ચોંકાવી દીધી હતી. ગત સાત વર્ષોથી પણ વધુ સમયથી નિર્ભયાની માતા આશાદેવી ઈન્સાફ માટે લડાઈ લડી રહી હતી. આજે નિર્ભય અને તેના સમગ્ર પરિવારને ન્યાય મળ્યો છે.
દોષિતોના વકીલ એપી સિંહે અંતિમ સમય સુધી ચારેય દોષિતોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને રાત્રે 1.25 કલાકે સુપ્રિમ કોર્ટના રજિસ્ટ્રરના ઘરે પહોંચ્યા હતા. વકીલ એપી સિંહે પોતાની અરજી રજિસ્ટ્રાર સામે રાખી હતી અને ફાંસી પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. તેના બાદ સુપ્રિમ કોર્ટમાં અડધી રાત્રે જજના ઘરે પહોંચ્યા હતા અને સુનવણી શરૂ કરી હતી. એપી સિંહે સુપ્રિમ કોર્ટમાં દોષિત પવનની ઘટનાના સમયે સગીર હોવાની વાત રાખી હતી, પરંતુ સુપ્રિમ કોર્ટે તમામ પ્રકારની દલીલો નકારી કાઢી હતી. જેના બાદ દોષિતોનો ફાંસી આપવાનો રસ્તો સાફ થયો હતો.
હાઈકોર્ટે નકારી કાઢી દોષિતોની અરજી
દિલ્હી હાઈકોર્ટે દોષિતોની ફાંસી રોકવા માટે દાખલ અરજીને અડધી રાત્રે નકારી કાઢી હતી. કોર્ટે એ દલીલને નકારી કાઢી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટમાં આ મામલામાં અનેક અરજીઓ દાખલ છે. હાઈકોર્ટે કહ્યું કે, અરજીને કોઈ આધાર આપવામાં આવ્યો નથી. તે વગર કોઈ ઈન્ડેક્સ, તારીખોની લિસ્ટ, પાર્ટીના મેમો અને એફિડેવિટને દાખલ કરી છે. તો નિર્ભયા કેસમાં દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું કે, સમગ્ર સિસ્ટમ અને સરકાર આપણી વિરુદ્ધ છે. સિસ્ટમે કેસને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી લીધો છે. ચારેય દોષિત ગરીબ અને વંચિત છે, તેથી ન્યાય નથી મળી રહ્યો.
એપી સિંહે કોરોના વાયરસને પણ પોતાની દલીલનો ભાગ બનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું કોરોના વાયરસને કારણે હોપલેસ છું. મને કોઈ સુવિધા મળી નથી રહી. મને 1-2 દિવસ વધુ આપો. તો આ મુદ્દે જજે કહ્યું કે, તમને સિસ્ટમ સાથે રમવાની પરમિશન ન આપી શકાય. એપી સિંહે કહ્યું કે, અક્ષયની પત્નીની અરજી ICJ માં લંબિત છે. તેના પર જસ્ટિસ મનમોહને કહ્યું કે, તેનો કોઈ મતલબ નથી.
આમ, નિર્ભયાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો હતો. નિર્ભયાના ચારેય દોષિતોને નિયત સમય મુજબ વહેલી સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી હતી. જેના બાદ સમગ્ર દેશવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...