ફાંસી પર ચઢનારા નિર્ભયાના ચારેય દોષિતોની રાત કેવી વીતી હતી....? નાસ્તો પણ કરવાની ના પાડી...
નિર્ભયા કેસ (Nirbhaya Case) ના દોષિત અક્ષય કુમાર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલ (Tihar Jail) માં ફાંસી આપવામાં આવી છે. આ સજા બાદ સમગ્ર દેશમાં ઉત્સાહ (Justice Delivered) પૂરાયો હોય તેવું લાગે છે. તો બીજી તરફ નિર્ભયાને સાત વર્ષ બાદ ન્યાય મળતા તેના પરિવારજનો પણ ખુશ થયા હતા. પરંતુ ફાંસીની આગામી રાત દોષિતો માટે પણ દુખદાયક રહી હતી.
ઝી મીડિયા/બ્યૂરો :નિર્ભયા કેસ (Nirbhaya Case) ના દોષિત અક્ષય કુમાર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલ (Tihar Jail) માં ફાંસી આપવામાં આવી છે. આ સજા બાદ સમગ્ર દેશમાં ઉત્સાહ (Justice Delivered) પૂરાયો હોય તેવું લાગે છે. તો બીજી તરફ નિર્ભયાને સાત વર્ષ બાદ ન્યાય મળતા તેના પરિવારજનો પણ ખુશ થયા હતા. પરંતુ ફાંસીની આગામી રાત દોષિતો માટે પણ દુખદાયક રહી હતી.
7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય દોષિતોને એકસાથે ફાંસીને માંચડે લટકાવાયા
જો દોષિતોના રાતની વાત કરીએ તો તેઓની રાત બહુ જ બેચેનીમાં પસાર થઈ હતી. ચારેય દોષિતોમાંથી માત્ર બે દોષિત મુકેશ અને વિનયે જ રાત્રે ભોજન લીધું હતું. દોષિતોને આખી રાત ઊંઘ આવી ન હતી અને તેઓ રાતભર પડખા બદલતા રહ્યા હતા.
ફાંસી બાદ દીકરીની તસવીરને ગળે લગાવી, બાદમાં નિર્ભયાના માતા બોલ્યા કે....
સવારે ફાંસી આપતા પહેલા દોષિતોને નાસ્તા માટે પૂછવામાં આવ્યું હતું. પરંતુ તેઓએ નાસ્તો કરવાની ના પાડી દીધી હતી. તેના બાદ ફાંસીની પહેલાની તમામ પ્રોસેસ પૂરી કરી દેવાઈ હતી. ફાંસી આપતા પહેલા દોષિતોની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી હતી. પરંતુ કોઈ પણ દોષિત ઈચ્છા વ્યક્ત કરી ન હતી.
ફાંસીની છેલ્લી 10 મિનીટ: ક્યારે દોષિતોના હાથ-પગ બંધાયા અને ક્યારે કાળો નકાબ પહેરાવાયો હતો
આમ, નિર્ભયાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો હતો. નિર્ભયાના ચારેય દોષિતોને નિયત સમય મુજબ વહેલી સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી હતી. જેના બાદ સમગ્ર દેશવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બહર, 2012ના રોજ દિલ્હીમાં નિર્ભયાની સાથે બર્બતાપૂર્વક ગેંગરેપ થયો હતો. આ ઘટનાને સમગ્ર દેશવાસીઓને ચોંકાવી દીધી હતી. ગત સાત વર્ષોથી પણ વધુ સમયથી નિર્ભયાની માતા આશાદેવી ઈન્સાફ માટે લડાઈ લડી રહી હતી. આજે નિર્ભય અને તેના સમગ્ર પરિવારને ન્યાય મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...