RBIના ફંડ અંગે રાહુલ ગાંધીના નિવેદન અંગે નિર્મલા સીતારમણનો જવાબ
નાણામંત્રીએ જણાવ્યું કે, દેશના ઉદ્યોગપતિઓએ ડરવાની કોઈ જરૂર નથી, તેઓ નિર્ભય રહીને વેપાર કરે
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સરકારને રૂ.1.76 લાખ કરોડનું ફંડ આપવાની જાહેરાત કરાઈ છે. આ મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું કે, વિરોધ પક્ષના નિવેદન પર મને હસવું આવી રહ્યું છે. આ નિર્મય બિમલ જાલાન સમિતિએ કર્યો છે, જેઓ આ ક્ષેત્રના નિષ્ણાત છે. આથી RBI અંગે સવાલ ઉઠાવવા મને વિચિત્ર લાગે છે.
આ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ જ્યારે કહે છે ચોર-ચોર તો મેન લાગે છે કે તેઓ બાળકોની રમત રમી રહ્યા છે. પ્રજાએ તેમના આ નિવેદનનો સાચો જવાબ આપ્યો છે.
INX મીડિયા કેસમાં પી. ચિદમ્બરમને મુખ્ય આરોપી બનાવવાની તૈયારીમાં CBI
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર રિઝર્વ બેન્કમાંથી ચોરી કરી રહી છે. જોકે, હવે કંઈ થવાનું નથી. કોંગ્રેસે જણાવ્યું કે, દેશની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, સરકારને રિઝર્વ બેન્ક પાસેથી નાણા લેવાની જરૂર પડી છે.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...