બજેટ 2020: નાણા મંત્રીએ આ અધિકારીના કર્યા ખુબ વખાણ, કારણ જાણીને આંસુ સરી પડશે
Budget રજુ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) એક ખાસ અધિકારીને ખુબ બિરદાવ્યાં. બજેટનું છાપકામ ખુબ મુશ્કેલ અને જટિલ હોય છે. તેને કરવા માટે ખુબ જ દ્રઢશક્તિની જરૂર હોય છે. જેનું પ્રમાણ આપ્યું ડેપ્યુટી મેનેજર (પ્રેસ) કુલદીપ શર્માએ.
નવી દિલ્હી: Budget રજુ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) એક ખાસ અધિકારીને ખુબ બિરદાવ્યાં. બજેટનું છાપકામ ખુબ મુશ્કેલ અને જટિલ હોય છે. તેને કરવા માટે ખુબ જ દ્રઢશક્તિની જરૂર હોય છે. જેનું પ્રમાણ આપ્યું ડેપ્યુટી મેનેજર (પ્રેસ) કુલદીપ શર્માએ. તેઓ બજેટના છાપકામની ડ્યૂટી પર નિરંતર કાર્યરત રહ્યાં. તેમના પિતાનું 26 જાન્યુઆરીએ અવસાન થયું આમ છતાં તેઓ કામમાંથી ડગ્યા નહીં. શર્મા બજેટ છપાઈ દરમિયાન નિર્ધારિત નિયમોનું પાલન કરવા માટે ઈચ્છાશક્તિ જતાવીને ઘરે ગયા નહીં. તેમણે કહ્યું કે બજેટનું પ્રિન્ટ કામ પૂરું થયા બાદ જ તેઓ ઘરે જશે. નાણા મંત્રાલયે શર્માની કર્મઠતા અને કર્તવ્ય નિભાવવાની તત્પરતાની ભાવનાને સલામ કરી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube