નવી દિલ્હીઃ નવી મોદી સરકાર સામે આ વખતે આર્થિક મોરચા પર તમામ પ્રકારના પડકારો છે. 5 જુલાઈના રોજ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણ પોતાનું પ્રથમ બજેટ રજૂ કરશે. આ વખતે આર્થિક મંદીના કારણે શેરબજાર અને ઉદ્યોગપતિઓ નવી પૂર્ણ બહુમતવાળી સરકાર પાસે બજેટમાં ઘણી અપેક્ષાઓ રાખીને બેઠા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, નાણાકિય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર છેલ્લા 5 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આજથી એક વર્ષ પહેલા આ વિકાસદર 7.2 ટકા હતો. ચાલુ નાણાકિય વર્ષ સમાપ્ત થયા ત્યારે આ વિકાસદર 6.8 ટકા રહેવાનું અનુમાન છે. 


અર્થતંત્રમાં હાલ જે પ્રમાણે મંદી ચાલી રહી છે તેના કારણે સરકાર એવો પ્રયાસ કરશે કે બજેટ એવું બનાવામાં આવે જેમાં દરેક વર્ગનું ધ્યાન રાખી શકાય. આ કારણે જ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણ 11થી 23 જૂન દરમિયાન દેશના અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓને વારાફરતી મળવાના છે. આ ઉપરાંત, દેશના તમામ રાજ્યોના નાણામંત્રી 20 જૂનના રોજ યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં પણ બજેટ અંગે પોતાના સુચનો રજૂ કરશે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...