મુંબઇ : ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના (IMD) એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, આગામી 12 કલાકમાં નિસર્ગ ચક્રવાત ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરે તેવી પ્રબળ આશંકા છે અને તે બુધવારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કિનારાને પાર કરી જશે. અધિકારીઓએ કહ્યું કે, ચક્રવાતી તોફાન ઉત્તરી મહારાષ્ટ્ર અને હરિહરેશ્વર અને દમણની વચ્ચે અલીબાગ નજીક દક્ષિણ ગુજરાતનાં કિનારાને ત્રણ જુને પાર કરશે અને હવાની ગતિ 100થી 120 કિલોમીટર પ્રિતકલાક રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના અંગે રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ નાટ્યાત્મક રીતે વધ્યો, જાણો મંત્રાલયે શું કહ્યું?

મુંબઇના હવામાન વિજ્ઞાન વિભાગનાં ઉપ મહાનિર્દેશક કે.એસ હોસલિકરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કાર્યાલયની તરફથી કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રીય સંકટમોચક દળ (NDRF) 16 દળોમાંથી 10ને રાજ્યનાં કિનારાનાં વિસ્તારોમાં ફરજ પર મુકવામાં આવ્યા છે. 


જેસિકા લાલ હત્યાકાંડ: 19 વર્ષ બાદ તિહાડ જેલમાંથી મુક્ત થશે દોષીત મનુ શર્મા

મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું કે, મુંબઇ ઉપરાંત ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુગિરિ જિલ્લામાં ચેતવણી બહાર પાડવામાં આવી છે. કાર્યાલય તરફથી એવું પણ જણાવવામાં આવ્યું છે કોવિડ 19ની સ્થઇતીને જોતા રાહત કાર્ય દરમિયાન સુરક્ષાત્મક પગલા પણ ઉઠાવવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube