નેશનલ રેસલર નિશા દહિયાના મોતના સમાચાર ખોટા, વીડિયો જાહેર કરી આપી જાણકારી
રાષ્ટ્રીય સ્તરની રેસલર નિશા દહિયા બિલકુલ સુરક્ષિત છે. તેમણે પોતે વીડિયો સંદેશ જાહેર કરી આ જાણકારી આપી છે. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે તેમને ગોળી મારવામાં આવી છે.
સોનીપત: રાષ્ટ્રીય સ્તરની રેસલર નિશા દહિયા બિલકુલ સુરક્ષિત છે. તેમણે પોતે વીડિયો સંદેશ જાહેર કરી આ જાણકારી આપી છે. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે તેમને ગોળી મારવામાં આવી છે. હરિયાણાના સોનીપતમાં રાષ્ટ્રીય સ્તરની રેસલર નિશા દહિયા (Nisha Dahiya) ના ભાઇ અને માતાને ટાર્ગેટ બનાવી હતી. આ હુમલામાં માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં મોકલી દીધા છે.
આ સનસનીખેજ ઘટના સોનીપત (Sonipat) ના હલાલપુર ગામની છે. જ્યાં પહેલવાન સુશીલ કુમારના નામે એક એકડમી છે. તો બીજી તરફ હુમલાવરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હુમલાવરોએ સુરજ દહિયા અને માતા ધનપતિ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી. ગોળીઓના અવાજથી સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો હતો.
Petrol-Diesel તેલ બાદ સસ્તી થઇ દાળ, જાણો શું છે એક કિલોની કિંમત
હુમલાને અંજામ આપીને અજાણ્યા વ્યક્તિઓ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. નિશાના ભાઇ સુરજે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે તેની માતા ધનપતિને ગંભીર હાલતમાં રોહતક પીજીઆઇ મોકલવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત નાજુક છે. હત્યાના કારણોનો હજુ ખુલાસો થયો નથી.
સોનીપત (Sonipat) પોલીસે નિશા અને સુરજની લાશને કબજે કરે પોસ્ટમોર્ટમ પાટે સિવિલ મોકલવમાં આવી છે. ખરખોદા પોલીસ સ્ટેશન હવે આ હાઇ પ્રોફાઇલ ડબલ મર્ડરની તપાસ કરી રહી છે. પોલીસે આ કેસને લઇને દરેક પાસા તપાસી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube