નવી દિલ્હી : નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સોમવારે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ રાહુલ ગાંધીની પાંચ કરોડ ગરીબ પરિવારોને લઘુત્તમ આવક ગેરેન્ટી હેઠળ વાર્ષીક 72 હજાર રૂપિયા આપવાનાં વચનથી દેશનાં રાજકોષનું અનુશાસન ધરાશાયી થઇ જશે અને આ યોજનાથી એક પ્રકારે કામ નહી કરનારા લોકોને પ્રોત્સાહન પણ મળશે. કુમારે ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસનાં જુના રેકોર્ડને જોવામાં આવે તો ચૂંટણી જીતવા માટે ચંદ્રને ધરતી પર લાવવા જેવા વચનો આપે છે. કોંગ્રેસ અધ્યક્ષ જે યોજનાની જાહેરાત તેના કારણે રાજકોષીય અનુશાસન ખતમ થઇ જશે, કામ નહી કરનારા લોકોને પ્રોત્સાહન બનશે અને તે ક્યારે પણ લાગુ થઇ શકે નહી. 
કોંગ્રેસે વધારે 26 મુરતિયા કર્યા જાહેર, નિરુપમને ટિકિટ તો મળી પણ અધ્યક્ષનું પદ છીનવાયું

બીજી તરફ વડાપ્રધાનનાં આર્થિક સલાહકાર પરિષદ (પીએમઇએસી)એ પણ ટ્વીટર પર ગાંધીની ચૂંટણી પૂર્વ જાહેરાતની ટીકા કરી છે. જો કે ત્યાર બાદ એક ટ્વીટર યુઝરે કહ્યું કે શું ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા, ટ્વીટને હટાવી દીધું હતું. પીએમઇએસીએ ટ્વીટર પર લખ્યું હતું કે, આર્થિક વૃદ્ધી, ફુગાવો તથા રાજકોષીય અનુશાસનનાં યોગ્ય સંતુલનને સ્થાપિત કરવા માટે છેલાલા પાંચ વર્ષમાં ઘણા કામ કરવામાં આવ્યા છે. પરિષદે કહ્યું કે, કોંગ્રેસની આવક ગેરેન્ટી યોજના આ સંતુલનને બગાડી નાખશે અથવા તો સરકારનાં મહત્વપુર્ણ ખર્ચાઓમાં ઘટાડો કરવો પડશે. બંન્ને વિકલ્પ ખતરનાક છે.