નવી દિલ્હીઃ નીતિ આયોગ (Niti Ayog) ના સભ્ય વીકે સારસ્વત  (V. K. Saraswat) એ કહ્યુ કે, ભારતે કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેરનો સામનો ખુબ સારી રીતે કર્યો. તેથી સંક્રમણના કેસમાં ઘટાડો આવ્યો છે. તેમણે એ વાત પર ભાર આપ્યો કે ત્રીજી લહેરનો સામનો કરવા માટે પૂરી તૈયારી કરવી જોઈએ. જેમાં યુવાનોના પ્રભાવિત થવાની આશંકા વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહિને શરૂ થઈ શકે છે ત્રીજી લહેર!
સારસ્વતે કહ્યુ કે, ભારતના મહામારી નિષ્ણાંતોએ ખુબ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોવિડ-19 ત્રીજી લહેર અનિવાર્ય છે, અને તે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરૂ થવાની આશંકા છે. તેથી દેશમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, આપણે અત્યાર સુધી સારૂ કામ કર્યું છે. આપણે કોરોનાની બીજી લહેરનો સારી રીતે સામનો કર્યો છે. જેથી હવે નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 


આ પણ વાંચોઃ દેશમાં રસીની અછત થશે દૂર, સીરમને મળી રશિયાની Sputnik V વેક્સિન બનાવવાની મંજૂરી


4 લાખથી 1.3 લાખ પર આવી ગયા નવા કેસ
તેમણે કહ્યું કે, આપણે વૈજ્ઞાનિક અને ટેક્નોલોજી ગતિવિધિઓની મદદથી ઓક્સિજન બેન્ક બનાવવી, મોટી સંખ્યામાં ઓક્સિજનની આપૂર્તિ માટે ઉદ્યોગ સ્થાપિત કરી. આપણે મહામારીના સંકટને દૂર કરવામાં સફળ રહ્યાં. રેલવે, એરપોર્ટ, સૈન્યનો ઉપયોગ તરલ ઓક્સિજનની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. દેશમાં પહેલા 4 લાખથી વધુ દૈનિક કેસ આવી રહ્યાં હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઘટીને 1.3 લાખે પહોંચી છે. 


રિકવરી રેટ 93 ટકાને પાર
સારસ્વતે આગળ કહ્યુ કે, કોવિડ-19 વૈશ્વિક મહામારીની પ્રથમ લહેર દરમિયાન પણ ભારતનું મેનેજમેન્ટ સારૂ રહ્યું. તેણે જ દેશને વૈશ્વિક મહામારીની બીજી લહેરને નિયંત્રિત કરવાનો આત્મવિશ્વાસ પણ આપ્યો. આપણું કોવિડ-19ની બીજી લહેરનો સામનો કરવાનું મેનેજમેન્ટ શાનદાર હતું, જેને આપણે ઇમરજન્સી મેનેટમેન્ટ કરીએ છીએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરપથી શુક્રવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં 1,32,364 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને  2,85,74,350 થઈ ગઈ છે. જ્યારે રિકવરી રેટ 93 ટકાને પાર પહોંચી ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube