નવી દિલ્હી Petrol pump on Dhaba:  નેશનલ હાઈવેના કિનારે બનેલા ઢાબા પર હવે તમને જલદી ભોજનની સાથે સાથે પેટ્રોલ પંપની સુવિધા પણ મળશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ માટે પોતાના મંત્રાલયના અધિકારીઓને કામ કરવા કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઢાબા પર ખુલશે પેટ્રોલ પંપ
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ સોમવારે કહ્યું કે તેમણે પોતાના મંત્રાલયના અધિકારીઓને નાના ઢાબા માલિકોને નેશનલ હાઈવેના કિનારે પેટ્રોલ પંપ અને શૌચાલય  બનાવવાની મંજૂરી આપવાના પ્રસ્તાવ પર કામ કરવા કહ્યું છે. 


એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે સરકારી અધિકારીઓએ ઝડપથી નિર્ણય લેવા જોઈએ કારણ કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે અનેક પ્રોજેક્ટમાં મોડું થઈ રહ્યું છે. ગડકરીએ જણાવ્યું કે તેમને કોઈએ મેસેજ મોકલીને કહ્યું કે તેઓ મુસાફરી કરી રહ્યા છે અને રસ્તાના 200-300 કિમીના દાયરામાં તેમને એક પણ શૌચાલય મળ્યું નહીં. 


RSS એ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાને બંગાળ ચૂંટણી બાદ થયેલી હિંસા સાથે જોડ્યો, કહી આ વાત


મંત્રાલય આપશે મંજૂરી
મંત્રીએ કહ્યું કે લોકો રસ્તા કિનારેની જમીનો પર અતિક્રમણ કરી રહ્યા છે અને ઢાબા ખોલે છે. સવારે મે મારા મંત્રાલય (MoRTH) ના અધિકારીઓને કહ્યું કે જે પ્રકારે NHAI પેટ્રોલ પંપ માટે NOC આપે છે, તે જ પ્રકારે આપણે હાઈવે પર બનેલા નાના ઢાબા માલિકોને પેટ્રોલ પંપ અને શૌચાલય ખોલવા માટે મંજૂરી આપવા ઉપર પણ વિચાર કરવો જોઈએ. 


સાવધાન...ભારતમાં મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, બ્રિટનમાં તબાહી મચાવી ચૂક્યો છે


જમીન સંપાદનના વળતરની રકમ વધી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ જણાવ્યું કે તેમના મંત્રાલય દ્વારા સતત રાખવામાં આવી રહેલી પ્રગતિ પર બાજ નજરના કારણે રસ્તાઓના નિર્માણ માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં ખુબ ઝડપ આવી છે. તેમણે જણાવ્યું કે રસ્તાઓના નિર્માણ માટે થતી જમીન સંપાદન માટે તેમણે વળતરની રકમ પણ વધારી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube