Hydrogen Car Nitin Gadkari: ભારતમાં જલદી જ તમને હાઇડ્રોજન ફ્યૂલથી ચાલનાર ગાડીઓ દોડતી જોવા મળશે. ભારત સરકાર સતત ઇલેક્ટ્રિક અને બાયો ફ્યૂલથી ચાલનાર વાહનો પર ભાર મૂકી રહી છે. કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે ભારતમાં સામાન્ય લોકોને ક્યારથી હાઇડ્રોજન કાર મળવા લાગશે. તે મંગળવારે થયેલા Zee Auto Awards 2022 માં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રદૂષણને બે તરફી ઇલાજ પણ ગણાવ્યો. નિતિન ગડકરીએ કહ્યું કે ભૂંસામાંથી ઇંધણ બનાવવામાં આવી રહ્યું છે, જે હાઇડ્રોજન કારમાં ઉપયોગ થઇ શકશે. નિતિન ગડકરી ભારતની પ્રથમ હાઇડ્રોજન કારમાં સફર કરીને  Awards માં ભાગ લેવા પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે  Hydrogen Car નું મેન્યુફેક્ચરિંગ હવે ભારતમાં થશે. તેની પ્રોસેસ શરૂ થઇ ગઇ છે. અત્યારે હાઇડ્રોજન ત્રણ પ્રકારના બની રહ્યા છે. Black hydrogen જે કોલસામાંથી બને છે. Brown hydrogen જે પેટ્રોલિયમ માંથી બને છે. અને ત્રીજો પ્રકાર છે Green hydrogen.આ હાઇડ્રોજન મુનિસિપલ વેસટ, સીવેજ વોટર અથવા પાણીમાંથી બનાવી શકાય છે.

આ પણ વાંચો: હદ કર દી આપને: છોકરા-છોકરીની રોમેન્ટિક મસ્તીનો આ વીડિયો જોઇને આંખો થઇ જશે પહોળી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube