Nitin Gadkari Health Update: કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે ગડકરી કાર્યક્રમ મંચ પાસે એક રૂમમાં ચા પી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની તબિયત બગડી. નેઓટિયા હોસ્પિટલના જાણીતા ડોક્ટર પી બી ભુટિયા પોતે ગડકરીની દેખરેખ રાખી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કેવી છે તબિયત
સિલિગુડીના માટીગારામાં ભાજપના સાંસદ રાજૂ બિસ્ટાના ઘરે ત્રણ ડોક્ટરોની ટીમ નીતિન ગડકરીની સારવારમાં છે. એવું કહેવાય છે કે તેઓ હવે સારું મહેસૂસ કરી રહ્યા છે અને જલદી તેમને દિલ્હી લઈ જવામાં  આવી શકે છે. 


અગાઉ પણ બગડી ચૂકી છે તબિયત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત આ અગાઉ પણ અનેક કાર્યક્રમો દરમિયાન બગડી  ચૂકી છે. અગાઉ સપ્ટેમ્બર 2018માં અહેમદનગરના એક કાર્યક્રમ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત ગડકરી એપ્રિલ 2010માં એક કાર્યક્રમમાં દિલ્હીના જંતર મંતર પર ચક્કર ખાઈને પડ્યા હતા. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube