Lok Sabha Election: વર્ષો બાદ 10 જનપથ પહોંચ્યા લાલૂ યાદવ, નીતિશ કુમાર સાથે સોનિયા ગાંધીને મળ્યા, જાણો શું વાત થઈ
Politics News: બિહારમાં નવી સરકાર બાદ પ્રથમવાર નીતિશ કુમાર અને સોનિયા ગાંધીની મુલાકાત થઈ છે. આ સિવાય લાલૂ યાદવ વર્ષો બાદ દસ જનપથ પહોંચ્યા હતા.
નવી દિલ્હીઃ Nitish-Lalu Meets Sonia Gandhi: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે રવિવારે 10 જનપથ પર મુલાકાત કરી. હરિયાણાના ફતેહાબાદમાં પૂર્વ ડેપ્યુટી પ્રધાનમંત્રી ચૌધરી દેવીલાલની જયંતિ પર આયોજીત ઇનેલોની સન્માન દિવસ રેલી બાદ નીતિશ કુમાર લાલૂ યાદવની સાથે દસ જનપથ પહોંચ્યા હતા.
બિહારમાં નવી સરકાર બાદ પ્રથમવાર નીતિશ કુમાર અને સોનિયા ગાંધીની મુલાકાત થઈ છે. તો વર્ષો બાદ લાલૂ યાદવ 10 જનપથ પહોંચ્યા છે. આ બેઠકમાં 2024 લોકસભા ચૂંટણીમાં વિપક્ષની એકતા પર ચર્ચા થઈ છે. આ મુલાકાત પહેલા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ યાદવે શનિવારે કહ્યુ હતુ કે ભાજપનો સફાયો થશે. તેમણે બિહારની ગઠબંધન સરકાર પર હુમલો કરનાર અમિત શાહ પર પણ પ્રહાર કર્યો હતો.
આ પણ વાંચોઃ Haryana: 'સાથે મળીને સરકાર બદલીશું,' વિપક્ષની રેલીમાં બોલ્યા શરદ પવાર
લાલૂ યાદવનું ભાજપ પર નિશાન
ચારા કૌભાંડના ઘણા કેસમાં સજા અને બીમારીઓને કારણે લાલૂ સક્રિય રાજનીતિથી દૂર છે. રવિવારે દિલ્હી પહોંચ્યા બાદ રાજદ પ્રમુખે શાહ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે બિહારમાં ભાજપની સરકાર હટી છે અને 2024માં તેનો સફાયો થઈ જશે. આ કારણે તેઓ દોડીને બિહારમાં આવે છે.
વિપક્ષી એકતાનો દરેક પ્રયાસ થશેઃ લાલૂ યાદવ
લાલૂ યાદવે જ્યારે કહ્યુ કે ભાજપ કહી રહ્યું છે કે નીતિશ કુમાર સત્તાની પોતાની ભૂખ બાદ આરજેડીને ત્યાગી દેશે, તેના પર લાલૂ યાદવે કહ્યુ કે હવે બંને સાથે છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું- અમે દરેક સંભવ વિપક્ષી એકતાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. 2024ની ચૂંટણીમાં ભાજપને બધા સાથે મળીને ટક્કર આપીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube