પટના : પંજાબના અમૃતસરમાં થયેલી રેલ્વે દુર્ઘટનામાં અત્યાર સુધી આશરે 60 લોકોનાં મોતની પૃષ્ટિ થઇ છે. જો કે અત્યાર સુધી આ સંખ્યા વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘણા મોટા પ્રમાણમાં લોકો હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ સામે જઝુમી રહ્યા છે. બિહારનાં પણ ચાર લોકોનાં મોત થયા હોવાની પૃષ્ટી થઇ છે. ત્યાર બાદ નીતીશ કુમાર સરકારે વળતરની જાહેરાત કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૃતસર રેલ્વે દુર્ઘટનાને કારણે સમગ્ર દેશમાં શોક વ્યાપ્ત છે. બીજી તરફ બિહારનાં ચાર લોકોનાં મૃત્યુનાં સમાચાર બાદ પ્રદેશમાં પણ શોક વ્યાપ્ત થયો છે. બિહારનાં ચાર લોકોમાં મોકામા, ગોપાલગંજ અને ભાગલપુરનાં બે લોકો જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે, મૃત્યુ પામ્યા હોવાનાં સમાચાર છે. 

બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે બિહારમાં મૃતક પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર, નીતીશ કુમારે દુર્ઘટનામાં બિહારનાં ચારેય મૃતકનાં પરિવારજનોને મુખ્યમંત્રી રાહત કોષમાંથી એક-એક લાખ રૂપિયા, સાથે જ પ્રવાસી મજુર દુર્ઘટના યોજના હેઠળ અનુદાન યોજના હેઠલ 1-1 લાખ રૂપિયા આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. 

જેનો અર્થ મૃતકોનાં પરિવારજનોને સરકારની તરફથી 2-2 લાખ રૂપિયા આપવામાં આવસે. જણાવાઇ રહ્યું છે કે બિહારના મૃતકોમાં ગોપાલગંજના ચંદ્રિકા યાદવ, મોકામાના નીતીશ કુમાર, ભાગલપુરના જતીંદ્ર દોશી અને શિવમ જે જતીંદ્રનો એક વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે. 

જણાવી દઇએ કે પંજાબના અમૃતસરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના થઇ છે. અમૃતસરનાં જોડા ફાટકમાં આ દુર્ઘટના તે સમયે થયો, જ્યારે ટ્રેકની પાસે રાવણનું પુતળું સળગાવાઇ રહ્યું હતું. હાવડા મેલ અને એક ડીએમયૂ ટ્રેનનાં એકા એક આવી જવાનાં કારણે આ દુર્ઘટના થઇ.પોલીસનાં અનુસાર આ દુર્ઘટનામાં 50 લોકોનાં મોતની આશંકા છે. 

કહેવાઇ રહ્યું છે કે, લોકો ટ્રેક પર ઉભા રહીને રાવણ દહન જોઇ રહ્યા હતા. તે સમયે ટ્રેન આવી ગઇ. લોકો ટ્રેનથી બચાવવા માટે બીજી તરફ ગયા, જો કે તે દરમિયાન તે ટ્રેક પર પણ ટ્રેન આવી ગઇ. દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરતા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.