પટનાઃ ભારતની કરન્સી પર લક્ષ્મી ગણેશની તસવીર લગાવવાની અરવિંદ કેજરીવાલની માંગ બાદ ઘમાસાણ શરૂ થઈ ગયું છે. તેને હિન્દુ મતદાતા માટે ચલાવવામાં આવેલા તીરના રૂપમાં જોવામાં આવે છે. દિવાળી બાદ કેજરીવાલે કહ્યું કે ભારતની નોટો પર મહાત્મા ગાંધીની સાથે લક્ષ્મી ગણેશનો ફોટો લાગવો જોઈએ. તેનાથી અર્થવ્યવસ્થાને સંભાળવામાં મદદ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલના આ નિવેદનનો ઉલ્લેખ જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સામે કરવામાં આવ્યો તો તે હસવા લાગ્યા. તેમણે કહ્યું- લોકો શું-શું કહેતા રહે છે. નીતિશના આ અંદાજથી કહી શકાય કે તેમણે અરવિંદ કેજરીવાલના આ નિવેદનને મહત્વ આપ્યું નહીં અને હસીને ટાળી દીધુ. નોંધનીય છે કે નીતિશ કુમાર 2024ની ચૂંટણીને જોતા વિપક્ષને એક કરવામાં લાગેલા છે. પરંતુ અત્યાર સુધી તેમના કોઈ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ જોવા મળ્યા નથી. હાલ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અરવિંદ કેજરીવાલ વિપક્ષના મોર્ચામાં સામેલ થશે નહીં. 


IMD Rain Alert: આગામી પાંચ દિવસ પડશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ


નોંધનીય છે કે એનડીએનો સાથ છોડ્યા બાદ નીતિશ કુમાર પોતાની રણનીતિ બનાવી રહ્યાં છે. આ ક્રમમાં તેમણે દિલ્હી પહોંચી ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. સપ્ટેમ્બર મહિનામાં તેમણે કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. તે બંને વચ્ચે લાંબી વાતચીત બાદ એવો કોઈ સંકેત ન મળ્યો કે 2024માં તે નીતિશની સાથે જશે. કેજરીવાલ એકલા ચાલોની નીતિ પર કામ કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. તો ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ આપે લડાઈ શરૂ કરી છે. પંજાબમાં જીત બાદ કેજરીવાલની નજર ગુજરાત ચૂંટણી પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube