નવી દિલ્હી: બિહારના લોકોને આજે નવી સરકાર મળી જશે. સાંજે સાડા પાંચ વાગે એક સાદા સમારોહમાં નીતીશ કુમારને રાજ્યપાલ ફાગૂ ચૌહાણ સીએમ પદની શપથ અપાવશે. આ સમારોહમાં ઘણા દિગ્ગજ નેતા સામેલ થશે. નીતીશ કુમારના શપથ ગ્રહણ સમારોહને લઇને રાજભવનમાં તૈયારીઓ પુરી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતીશ કુમારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના ચીફ જેપી નડ્ડા પણ સામેલ થશે. 



બિહારમાં એનડીએ સરકારના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે તમામ વીવીઆઇપી મહેમાન પટના પહોંચી ગયા છે. તો બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને બિહારના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પ્રદેશ મુખ્યાલય પહોંચ્યા. 



નીતીશ કુમાર સાથે આજે 14 મંત્રી પણ શપથ લઇ શકે છે, જેની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ભાજપના કોટામાંથી 7, જેડીયૂના કોટામાંથી 5, હમના એક અને વીઆઇપીના એક નેતાને મંત્રી પદની શપથ અપાવવામાં આવશે. જે લોકો આજે નીતીશ કેબિનેટમાં મંત્રી પદની શપથ લેશે તેમાં ભાજપના મંગલ પાંડે, જીવેશ મિશ્રા, રામપ્રીત પાસવાન, અમરેન્દ્ર પ્રતાપ, રામસૂરત રાય, તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીનું નામ છે. તો બીજી તરફ જેડીયૂના વિજ્ય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, અશોક ચૌધરી, વિજેંદ્ર યાદવ, શીલા કુમારી, મેવા લાલ ચૌધરી, વીઆઇપીના મુકેશ સહની અને હમના સંતોષ સુમનનું નામ સામેલ છે.  


નીતીશ કુમારની સાથે આજે લગભગ 14 મંત્રી શપથ લેશે. તેમાં. 
મંગલ પાંડે- BJP
જીવેશ મિશ્રા- BJP
રામપ્રીત પાસવાન- BJP
અમરેન્દ્ર પ્રતાપ સિંહ - BJP
રામસૂરત રાય- BJP
વિજ્ય ચૌધરી - JDU
વિજેન્દ્ર યાદવ- JDU 
અશોક ચૌધરી- JDU 
રેણુ દેવી -BJP 
શીલા કુમારી- JDU 
મેવા લાલ ચૌધરી- JDU 
મુકેશ સહની- VIP 
તારકિશોર પ્રસાદ -BJP
સંતોષ કુમાર સુમન- HAM