Video: મુઝફ્ફરપુરમાં નીતીશ કુમારનો વિરોધ, લોકોએ લગાવ્યા ‘હાય-હાય’ના નારા
લાંબા સમયથી નીતીશ કુમારના મુઝફ્ફરપુર ના પહોંચવાના કારણે રાજકારણ થઇ રહ્યું છે. ત્યાંના લોકોમાં આ વાતને લઇને આક્રોશ હતો અને આજે જ્યારે નીતીશ કુમાર હોસ્પિટલ પહોંયા તો તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવ (એઇએસ)ના કારણે 127થી વધુ બાળકોના મોત થયા છે. ત્યારે પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા માટે સીએમ નીતીશ કુમાર જાતે મુઝફ્ફરપુર સ્થિત એસકેએમસીએચ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ હોસ્પિટલમાં લોકોએ નીતીશ કુમારનો ભારે વિરોધ કર્યો હતો.
વધુમાં વાંચો:- યૂપીમાં મોટી દુર્ઘટના: માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત, 20થી વધુ ઘાયલ
ત્યાં હાજર લોકોએ સીએમ પાછા જાઓના નારા લગાવી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, લાંબા સમયથી નીતીશ કુમારના મુઝફ્ફરપુર ના પહોંચવાના કારણે રાજકારણ થઇ રહ્યું છે. ત્યાંના લોકોમાં આ વાતને લઇને આક્રોશ હતો અને આજે જ્યારે નીતીશ કુમાર હોસ્પિટલ પહોંયા તો તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હસ્પિટલ પરિસરમાં હાજર પરિવારજનોની માગ છે કે, તેમણે નીતીશ કુમારથી મલવા દેવામાં આવે. લોકોનો આરોપ છે કે, સરકાર આ તરફ ધ્યાન આપી રહી નથી.
વધુમાં વાંચો:- સુરક્ષા દળને મળી મોટી સફળતા, જૈશ કમાન્ડર સજ્જાદ ભટ્ટને માર્યો ઠાર
Video: જૂની દિલ્હીમાં ધરાશાયી 4 માળની બિલ્ડિંગ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
લોકોને હજુ પણ આશા છે કે નીતીશ કુમારના આવવાથી સ્થિતિ પહેલા કરતા વધારે સારી બની શકે છે. લોકોનું માનવું છે કે, જો નીતીશ કુમાર પહેલા આવ્યા હોત તો સ્થિતિ સારી હોતી. તમને જણાવી દઇએ કે, મુઝફ્ફરપુરમાં હાલમાં મગજના તાવથી પીડિત બાળકોથી આખી હોસ્પિટલમાં ક્યાંય જગ્યા ખાલી રહી નથી. ત્યાં, બાળકોની લાશ પણ જોવા મળી રહી છે. હવે આ પ્રકોપ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રીને જવાબદાર ગણાવવામાં આવી રહ્યાં છે.
જુઓ Live TV:-