નિપાહની દહેશતને પગલે કેરળનાં કેળા નહી ખાવા નીતીશની લોકોને સલાહ
નિપાર વાઇરસ મુદ્દે દેશનાં ઘણા રાજ્યોમાં એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. બીજી તરફ બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બિહારનાં લોકો દેશનાં ખુણે ખુણે રહે છે અને હાલ આ વાઇરસ કેરળમાં મળી આવ્યો છે. જેનાં કારણે તમામે એલર્ટ રહેવાની જરૂર છે. નીતીશે કહ્યું કે, આ વાઇરસથી બચવા માટે જાગૃતતાની જરૂર છે. તેમણે કહ્યું કે, જે કેળામાં ડાઘ આવી ગયો હોય તો તે કેળાને ખાવાનું ટાળવું જોઇએ. તેમણે કહ્યું કે જો કોઇ કેરી ઝાડ પરથી નીચે પડી ગઇ હોય તો તેને પણ ન ખાવી જોઇએ. તેમણે બિહારનાં સ્વાસ્થય વિભાગને તાત્કાલીક લોકો વચ્ચે જાગૃતી લાવવા અભિયાન ચલાવવા માટે જણાવ્યું.
પટના : નિપાર વાઇરસ મુદ્દે દેશનાં ઘણા રાજ્યોમાં એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. બીજી તરફ બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બિહારનાં લોકો દેશનાં ખુણે ખુણે રહે છે અને હાલ આ વાઇરસ કેરળમાં મળી આવ્યો છે. જેનાં કારણે તમામે એલર્ટ રહેવાની જરૂર છે. નીતીશે કહ્યું કે, આ વાઇરસથી બચવા માટે જાગૃતતાની જરૂર છે. તેમણે કહ્યું કે, જે કેળામાં ડાઘ આવી ગયો હોય તો તે કેળાને ખાવાનું ટાળવું જોઇએ. તેમણે કહ્યું કે જો કોઇ કેરી ઝાડ પરથી નીચે પડી ગઇ હોય તો તેને પણ ન ખાવી જોઇએ. તેમણે બિહારનાં સ્વાસ્થય વિભાગને તાત્કાલીક લોકો વચ્ચે જાગૃતી લાવવા અભિયાન ચલાવવા માટે જણાવ્યું.
બિહારનાં મુખ્યમંત્રી સોમવારે પટનામાં સ્વાસ્થય વિભાગ અંતર્ગત 784 કરોડ રૂપિયાની કુલ 301 યોજનાઓનું રિમોટ વડે શિલાન્યાસ તથા ઉદ્ધાટન કર્યું હતું. જેમાં 167 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી 57 યોજનાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત એમએસડીપી સ્કીમ અંતર્ગત લઘુમતી કલ્યાણ વિભાગ અંતર્ગત બે સામુદાયીક સ્વાસ્થય કેન્દ્ર, બે અન્ય સ્વાસ્થય કેન્દ્ર અને 22 સ્વાસ્થય પેટા કેન્દ્રોની યોજનાનું પણ ઉદ્ધાટન કર્યું હતું.
આ પ્રસંગે નીતીશ કુમારે કહ્યું કે, આપણે લોકોએ સારવારની સાથે સાથે સ્વચ્છતા પર પણ ધ્યાન આપવાની જરૂર છે. લોકો સ્વસ્થ રહે તેનાં માટે કામ કરતું રહેવું જોઇએ. રાષ્ટ્રીય સ્તર પર સ્વચ્છતા અભિયાન ચલાવાઇ રહ્યું છે, રાજ્યમાં લોહિયા સ્વચ્છતા અભિયાન પણ ચલાવાઇ રહ્યું છે. પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવાઇ રહ્યું છે. જો સ્વચ્છતા અને પીવાનાં પાણીની કાળજી લેવામાં આવે તો અત્યારની 90 ટકા બિમારીઓ નિવારી શકાય છે.