અમદાવાદ : દુનિયાભરમાં પ્રખ્યાત છે હૈદરાબાદના નિઝામનું કલેક્શન. ત્યારે હૈદરાબાદ નિઝામનો આ હીરો ખરા અર્થોમાં ખાસ છે. હાલ દિલ્હીના નેશનલ મ્યૂઝિયમમાં હૈદરાબાદના નિઝામના આભૂષણોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે. મંગળવારથી શરૂ થયેલ આ પ્રદર્શનમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવો જેકોબ હીરો છે. આ ઉપરાંત નિઝામના કલેક્શનના 173 દુર્લભ આભૂષણો પ્રદર્શિત કરાયા છે. આ પ્રદર્શન 5 મે સુધી ચાલશે. જૈકબ હીરાની વાત કરીએ તો, ઈન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત 218 કરોડ રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૈકબ હીરા ઉપરાંત નેશનલ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરાયેલ કફલિંક, સારપેચ, હાર, બપેલ્ટ, બકલ, કાનોના ઝૂમકા, બંગડીઓ, પોકેટ ઘડિયાળ અને અંગૂઠીઓ પણ પ્રદર્શિત કરાઈ છે, જે 18થી 20મી સદી સુધી છે.  


જૈકબ હીરો અંદાજે 125 વર્ષ પહેલા આફ્રિકાની કોઈ ખાણમાંથી કાચા રૂપમાં મળ્યો હતો. ત્યાંથી તે વ્યવસાયિક ગ્રૂપના માધ્યમથી એસ્ટરડેમ લાવવામાં આવ્યો અને તેને કટ કરીને તેને નવુ રૂપ આપવામાં આવ્યું. જૈકબ હીરાને ભારતમાં લાવવાનો શ્રેય એલેક્ઝાંડર મૈક્લોન જૈકબને જાય છે. જૈકબ રહસ્યમયી વ્યક્તિ હતો, પરંતુ ભારતીય રાજાઓમાં વિશ્વાસપાત્ર વ્યક્તિ હતો. તે ઈટલીમાં એક રોમન કેથલિક પરિવારમાં પેદા થયો હતો. જૈકબે 1890માં આ હીરાને વેચવાની વાત છઠ્ઠા નિઝામ મહેબૂબ અલી પાશાને કરી હતી. તે સમયે તેનો ભાવ એક કરોડ 20 લાખ રૂપિયા આંકડાવામાં આવ્યો હતો. પરંતુ તેનો સોદો 46 લાખમાં નક્કી કરાયો હતો. 


નિઝામે આ હીરાને હિન્દુસ્તાન લાવવા માટે 20 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ બાદમાં નિઝામે તેને લેવાનો ઈન્કાર કર્યો હતો. બ્રિટિશ લોગો તરફથી વિવાદ થતા કોલકાત્તા હાઈકોર્ટમાં તે સમયે કેસ ચાલ્યો અને સમજૂતી બાદ આ હીરો નિઝામને મળ્યો હતો. 


પરંતુ મહેબૂબ અલીએ આ કિંમતી હીરા પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. એમ પણ કહેવાય છે કે, હીરાને ચોરી થવાથી બચાવવા માટે તેઓ હીરાને પોતાની મોજડીની અંદર રાખતા હતા. તેમના મૃત્યુ બાદ આ વાત કોઈને જ ખબર ન હતી. પરંતુ એક દિવસ તેમનો દીકરો અને હૈદરાબાદના અંતિમ નિઝામ ઉસ્માન અલી ખાનને પિતાની મોજડીની અંદર આ હીરો મળ્યો હતો. પણ, નસીબજોગે તેમણે પણ આ કિંમતી હીરાને પત્થર ગણીને તેને પેપરવેટ તરીકે ઉપયોગ કર્યો હતો.  


ઉલ્લેખનીય છે કે, નિઝામનું કલેક્શન દુનિયાના સૌથી મોંઘા કલેક્શનમાંનું એક માનવામાં આવે છે. ભારત સરકારે 1995માં તેને 218 કરોડ રૂપિયા ચૂકવીને ખરીદ્યું હતું. ટ્રસ્ટીઝે આ ખજાનાને હોંગકોંગની બેંક તિજોરીમાં રાખ્યો હતો. એક લાંબી કાયદાકીય લડાઈ બાદ ભારતે તેને ખરીદ્યું અને મુંબઈના આરબીઆઈની તિજોરીમાં શિફ્ટ કર્યો હતો. બાદમાં 29 જૂન, 2001ના રોજ આ ખજાનો આરબીઆઈ મુંબઈની પાસે રહ્યો, અને બાદમાં દિલ્હીમાં શિફ્ટ કરાયો હતો.