અમૃતસર: ટ્રેનનાં ડ્રાઇવર વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહી, રેલ રાજ્યમંત્રી સિન્હા
સિન્હાએ કહ્યું કે, દુર્ઘટનામાં રેલ્વેની કોઇ જ ભુલ નથી, રેલ્વેની કોઇ ચુક હોય તો ટ્રેનના ડ્રાઇવરની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહી કરવામાં આવે
નવી દિલ્હી : રેલ્વે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ અમૃતસરમાં દશેરાનાં મેળા દરમિયાન પાટા પર આવેલા લોકોને કચડી નાખનાર ટ્રેનનાં ડ્રાઇવરની વિરુદ્ધ કોઇ પણ દંડાત્મક કાર્યવાહીનો ઇન્કાર કરી દીધો છે. શનિવારે મનોજ સિન્હાએ કહ્યું કે, રેલ્વેની તરફથી કોઇ પણ બેદરકારી નહોતી.
મનોજ સિન્હાએ આ સાથે જ લોકોને ભવિષ્યમાં રેલ્વે પાટાની પાસે એવો કોઇ કાર્યક્રમ આયોજીત નહી કરવાની સલાહ આપી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 59 લોકોનાં મોત નિપજ્યાં છે. રેલ્વેએ કહ્યું કે, તેની કોઇ ભુલ નહોતી કારણ કે દશેરા કાર્યક્રમ અંગે કોઇ માહિતી નહોતી આપવામાં આવી.
ટળી શકી હોત દુર્ઘટના
દુર્ઘટનામાં રેલ્વેની કોઇ જ ભુલ નહોતી. અમારા તરફથી કોઇ જ ભુલ નહોતી અને ટ્રેન ડ્રાઇવરની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહી કરવામાં આવે. લોકોને ભવિષ્યમાં રેલ્વે પાટાનાં કિનારે આવા કાર્યક્રમો આયોજીત કરવાથી દુર રહેવું જોઇએ. મારૂ માનવું છે કે જો કાળજી રાખવામાં આવી હોત તો દુર્ઘટના ટાળી શકાઇ હોત. તેમણે કહ્યું કે, જ્યાં ક્યાંય પણ આવા કાર્યક્રમ થાય છે, તેને સંબંધિત જિલ્લા મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવે છે.
પુછવામાં આવતા કે શું ડ્રાઇવરની વિરુદ્ધ એક તપાસનો આદેશ આપવામાં આવસે. મંત્રીએ કહ્યું કે, ડ્રાઇવરને આ અંગે વિશિષ્ટ નિર્દેશ આપવામાં આવે છે કે ટ્રેનને ક્યાં ધીમી કરવાની છે. પૂર્વ ધારાસભ્ય નવજોત કૌર સિદ્ધુ, જે આ દશેરા કાર્યક્રમમાં મુખ્ય અતિથી હતા, તેમના પર વિપક્ષના હૂમલા અંગે પુછવામાં આવતા સિન્હાએ કહ્યું કે, આ મુદ્દે કોઇને પણ રાજનીતિ ન કરવી જોઇએ. આ દુખદ ઘટના છે.