લખનઉ: મેરઠ જિલ્લાના પ્રહલાદનગરથી હિન્દુઓના પલાયનના અહેવાલોને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફગાવી દીધા છે. સીએમ યોગીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોઈ પલાયન થયું નથી. તેમણે કહ્યું કે અમે સત્તામાં છીએ. આવામાં કોઈની સામે પલાયનની સ્થિતિ પેદા થઈ શકે નહીં. મેરઠમાં જે કેટલાક લોકો ગયા છે તેઓ વ્યક્તિગત વિવાદોના કારણે ગયા છે.  તેમણે સ્પષ્ટરીતે કહ્યું કે જ્યારથી તેમની પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી કોઈ  પલાયન થયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મન કી બાત'માં પીએમ મોદીએ જળ સંરક્ષણ પર આપ્યો મોટો સંદેશ


મીડિયામાં એવા અહેવાલો છે કે એક સમુદાયના લોકો બીજા સમુદાયના લોકોને પર  પરેશાન કરવાનો આરોપ લગાવી રહ્યાં છે. આ મામલે પોલીસ પ્રશાસન પહેલા જ કહી ચૂક્યા છે કે પલાયન જેવી કોઈ વાત નથી. આ મામલો આપસી વિવાદનો છે. સીએમ યોગીએ પોલીસ પ્રશાસનની વાતો પર મહોર લગાવી દીધી છે. જો કે પ્રહલાદનગર વિસ્તારમાં અનેક મકાનો અને પ્લોટ્સ પર 'વેચવાનો છે' તેવું લખેલું છે. 


મીડિયા રિપોર્ટ્સમાં એવા આરોપ લગાવવામાં આવ્યાં છે કે મેરઠ શહેરના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રહલાદનગરમાં 100થી વધુ હિન્દુ પરિવારોનું પલાયન થયું છે. આ પરિવાર પોતાના મકાનો વેચીને પલાયન કરી ચૂક્યા છે. આરોપ છે કે તેમાંથી મોટાભાગના મકાનોનું ખરીદ-વેચાણ હાલના વર્ષોમાં થયું છે. અહીં રહેનારા બીજા સમુદાયના લોકોને મકાન વેચીને જતા રહ્યાં છે. સીએમ યોગીએ આ આરોપોને ફગાવી દીધા છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...