ચંડીગઢઃ મનોહરલાલ ખટ્ટર સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં હરિયાણા વિધાનસભામાં જીત હાસિલ કરી છે. અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 32 અને વિરોધમાં 55 મત પડ્યા છે. મહત્વનું છે કે વિધાનસભામાં કોંગ્રેસના 30 ધારાસભ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટિંગ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યુ કે, આ પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસનો આભાર. કોંગ્રેસની મૃગતૃષ્ણા ક્યારેય પૂરી નહીં થાય. 


ખટ્ટરે કહ્યુ, નો કોન્ફિડેન્શ કોંગ્રેસની સંસ્કૃતિ છે. જ્યારે પાર્ટી ચૂંટણી હારી જાય તો તેને ઈવીએમ પર વિશ્વાસ થતો નથી. સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માંગે છે. જો કોંગ્રેસ સત્તામાં રહે છે તો બધુ પરાબર છે, પરંતુ ભાજપ સત્તામાં છે તો નહીં. 


આ પણ વાંચોઃ પ્રદેશના 10મા મુખ્યમંત્રી બન્યા તીરથ સિંહ રાવત, રાજ્યપાલ બેની રાનીએ લેવડાવ્યા શપથ  


તો હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ વિધાનસભામાં કહ્યુ, 10 વર્ષથી નારો લાગ્યો કે હુડ્ડા તેરે રાજમાં કિસાન ની જમીન ગઈ વ્યાજ મેં. છેલ્લા એક વર્ષમાં અમે 30000 હજાર કરોડ રૂપિયાના પાક એમએસપી પર ખરીદ્યા છે. તે માટે અમે 1800 ખરીદ કેન્દ્ર બનાવ્યા હતા. 


તેમણે કહ્યું કે, આ વખતે પણ પ્રત્યેકને વિશ્વાસ અપાવીએ છીએ કે જ્યારે મંડીમાં તમારૂ ફોર્મ આવશે, તેના બે દિવસની અંદર તમારા ખાતામાં પૈસા પહોંચી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube