BJP Parliamentary Meeting: અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે PM મોદીએ BJP સાંસદોને શું કહ્યું તે ખાસ જાણો
PM Modi attack on INDIA Alliance: મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર આજે લોકસભામાં ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગૌગોઈએ ચર્ચાની શરૂઆત કરી. તે પહેલા ભાજપની સંસદીય દળની બેઠક યોજાઈ જેમાં પીએમ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું.
PM Modi attack on INDIA Alliance: મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર આજે (8 ઓગસ્ટ)ના રોજ લોકસભામાં ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ આ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી છે. ચર્ચામાં રાહુલ ગાંધી પણ સામલે થવાના છે. ત્રણ દિવસ સુધી 18 કલાક સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થશે. ત્યારબાદ 10 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ચર્ચાનો જવાબ આપશે. જો કે આ અગાઉ ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ પર ચર્ચા કરી અને પીએમ મોદીની અધ્યક્ષતામાં પાર્ટીના સાંસદોની મોટી બેઠક બોલાવવામાં આવી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદો અને મંત્રીઓને વાતચીત વખતે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ વિપક્ષના આપસી અવિશ્વાસ માટે આવ્યો છે.
છેલ્લા બોલ પર છગ્ગો ફટકારવા જેવું- પીએમ મોદી
ભાજપની સંસદીય દળની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ અવિશ્વાસ પ્રસ્તાવ આપણા વિરુદ્ધ નથી પરંતુ વિપક્ષમાં આપસમાં જે અવિશ્વાસ છે તેના માટે છે. તેમણે વધુમાં કહ્યું કે જે રીતે છેલ્લા બોલ પર છગ્ગો ફટકારાય છે, વિપક્ષ વિરુદ્ધ એ રીતે તેને તક સમજો.
પીએમ મોદીએ સાંસદોને આપ્યો નવો નારો
અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા પીએ મોદીએ સંસદીય દળની બેઠક દરમિયાન ભાજપના સાંસદોને નવો નારો આપ્યો છે. બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સંબોધિત કરતા કહ્યું કે ભ્રષ્ટાચાર, પરિવારવાદ ઈન્ડિયા છોડો. આ ઈન્ડિયા નથી, ઘમંડીયા ગઠબંધન છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વિપક્ષનું સેમીફાઈનલનું મન હતું. પરંતુ તેનું પરિણામ આવી ગયું છે. કાલે જ તો સેમીફાઈનલ થઈ હતી અને તેના પરિણામ બધાની સામે છે. તેમણે વધુમાં કહ્યું કે કેટલાકને ઘમંડ થઈ ગયો છે અને આ ઘમંડી તાકાતોને પૂરી એક્તા સાથે જવાબ આપવાનો સમય છે.
ચર્ચાના અંતમાં જવાબ આપશે પીએમ મોદી
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચાના અંતમાં લોકસભામાં જવાબ આપશે. મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં આજથી ચર્ચા શરૂ થઈ છે. લોકસભામાં 8થી 10 ઓગસ્ટ સુધી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર બપોરે 12 વાગે ચર્ચા શરૂ થશે અને તેની શરૂઆત રાહુલ ગાંધી કરશે. ચર્ચા સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ 9 ઓગસ્ટના રોજ ફરીથી ચર્ચા બપોરે 12 વાગે શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. 10 ઓગસ્ટના રોજ એકવાર ફરીથી ચર્ચા બપોરે 12 વાગે શરૂ થશે અને 4 વાગે પીએ મોદી અવિશ્વાસના પ્રસ્તાવ પર જવાબ આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube