નવી દિલ્હી : દૂરસંચાર નિયામક ટ્રાઇના ચેરમેન આરએસ શર્મા દ્વારા આધાર ચેલેન્જ આપવા અને તેના પર સોશ્યલ મીડિયામાં તેની ગુપ્ત માહિતી લીક થયા બાદ હવે આધારની વ્યવસ્થા જોનારી યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ સ્પષ્ટતા આપી છે કે ટ્રાઇ ચેરમેનના આધાર ડેટાબેઝ સાથે કોઇ પણ માહિતી લીક નથી થઇ. યુઆઇડીએઆઇનું કહેવું છેકે વાસ્તવમાં તથાકથિત હૈકની કથિત માહિતી પહેલા જ જાહેર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UIDAIએ કહ્યું કે, આર.એસ શર્મા દશકોથી અધિકારી છે અને  તે અંગે આ તમામ માહિતી ગુગલ પર અને અન્ય વેબસાઇટ પર સરળતાથી ઉપલબ્ધ છે. તેની સાથે જ આધારે આ દાવાને ફગાવી દીધો કે આરએસ શર્માની અંગત માહિતી આધાર દ્વારા પ્રાપ્ત કરી લેવામાં આવી.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, આધાર નંબરનો ઉપયોગ કરીને અથવા યુઆઇડીએઆઇની વેબસાઇટથી કોઇ માહિતી પ્રાપ્ત નથી કરવામાં આવી. તેણે બસ ગુગલ કર્યું અને આ માહિતી પ્રાપ્ત કરી લીધી. આ આધાર વિરોધીઓ દ્વારા સસ્તી લોકપ્રિયતા માટે ફેલાવાયેલ એક ફેક ન્યુઝ છે. આધારનો ડેટાબેઝ સંપુર્ણ સુરક્ષીત છે. 

આરએસ શર્માએ શુક્રવારે એક ટ્વીટ કરીને પોતાનો આધાર નંબર જાહેર કર્યો હતો અને પોતાનાં આલોચકોને પડકાર ફેંક્યો કે તેઓ જણાવે કે આધાર નંબર જાહેર થવાથી શું નુકસાન થઇ શકે છે. તેઓ તેમને નુકસાન પહોંચાડીને દેખાડે. થોડા દિવસ પહેલા શર્માએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, માત્ર આધાર નંબર પ્રાપ્ત કરવાથી કોઇ નુકસાન થઇ શકે નહી. જો તમે ઇચ્છો તો હું મારો પોતાનો આધાર નંબર તમને  આપી શકું છું. તેના આલોચકોનું કહેવું છે કે આધાર નંબર જાહેર થવાના પોતાના જોખમ છે અને તેનો ઇન્કાર કરવામાં આવી શકે નહી.