Haridwar: ઉત્તરાખંડના હરિદ્વારમાં ધાર્મિક સ્થાનોને લઈને ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આમ તો ભારતમાં દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર કપડાં પહેરવાની આઝાદી છે પરંતુ ધાર્મિક સ્થળોની વાત આવે ત્યારે દરેક વ્યક્તિની થોડીક જવાબદારી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને હરિદ્વારના મંદિરોમાં ટૂંકા કપડા પહેરનાર વ્યક્તિના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. સાથે જ શ્રદ્ધાળુઓ ને અપીલ કરવામાં આવી છે કે શરીરનો 80% ભાગ ઢંકાયેલો હોય તેવા કપડાં પહેરીને જ મંદિરમાં દર્શન કરવા આવે. જો કોઈ વ્યક્તિ ટૂંકા કે અમર્યાદિત કપડાં પહેરીને મંદિરમાં આવશે તો તેના પ્રવેશ પર રોક લગાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


27 વર્ષ પછી ભારતમાં થશે 'મિસ વર્લ્ડ' સ્પર્ધાનું આયોજન, 130 દેશની યુવતીઓ લેશે ભાગ


OMG: દુલ્હને વરરાજાની માંગમાં ભર્યું સિંદૂર, પરિવારવાળાઓએ ધામધૂમથી કર્યું 'કુંવરદાન


કેનેડા પહોંચી લહેર છે એવું ના સમજતા, પહોંચ્યાના 5 વર્ષ બાદ પણ આ 700 વિદ્યાર્થી ભરાયા


હરિદ્વારના મંદિરોમાં ટૂંકા કપડા પહેરનારની એન્ટ્રી પર રોકની પુષ્ટિ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ કરી છે. તેમણે કહ્યું હતું કે મંદિર કે તીર્થ સ્થળ પર જતા હોય ત્યારે જરૂરી છે કે તમે ઉચિત કપડાં જ પહેરો. જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો તીર્થ સ્થળ પિકનીક સ્પોટ બની જાય. આમ પણ ભારતીય સંસ્કૃતિમાં અંગ પ્રદર્શન યોગ્ય માનવામાં આવ્યું નથી. 


તેમણે આગળ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓ હરિદ્વારના મંદિરોમાં દર્શન કરવા ઈચ્છે છે તો તેમણે શરીરનો 80% ભાગ ઢંકાય તેવા કપડાં પહેરવા જરૂરી છે. જો કોઈ  ટૂંકા પેન્ટ, ટોપ, શોર્ટ્સ જેવા કપડાં પહેરીને મંદિરમાં આવશે તો તેને મંદિરમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું હતું કે હરિદ્વાર અને ઋષિકેશ ધાર્મિક સ્થળ છે. અહીં આવતા લોકોએ સમજવું જરૂરી છે કે દરેક પવિત્ર સ્થાનની મર્યાદા અને પરંપરા હોય છે તે અનુસાર દરેક વ્યક્તિએ આચરણ કરવું જોઈએ. જો તમે પવિત્ર જગ્યાની મુલાકાત લો છો તો કપડાં પણ શાલીન પહેરવા જોઈએ.


આ નિર્ણય પછી હર કી પૌડી પર જુતા ચપ્પલ પહેર્યા વિના જવાનો નિયમ અમલમાં લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેના માટે જૂતા રાખવાની જગ્યા બનાવવામાં આવશે. જ્યાં લોકોએ જૂતા ઉતારી પછી હર કી પૌડી પર જવાનું રહેશે. લોકોને તડકાના કારણે સમસ્યા ન થાય તે માટે હર કી પૌડી પર કાર્પેટ રાખવામાં આવશે. આ અંગે તંત્ર તૈયારી રહી રહ્યું છે.