નવી દિલ્હીઃ પોતાની પાર્ટીમાં લોકતાંત્રિક માહોલનો દાવો કરનાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે મુખ્ય વિરોધી પક્ષ ભાજપની અંદરના માહોલ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ કે, ભાજપમાં લોકોને પોતાની વાત કહેવાની આઝાદી નથી. તેમણે દાવો કર્યો કે, ભાજપના ઘણા સાંસદોએ જણાવ્યું કે, પોતાની પાર્ટીની અંદર ખુલીને પોતાની વાત ન રાખી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના સાંસદોને જણાવવામાં આવે છે શું બોલવાનું છે
તેને જણાવવામાં આવે છે કે શું કહેવું છે. રાહુલે આ વાત બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાર્ષ્ણેયની સાથે વાતચીતમાં કહી. રાહુલનું કહેવુ છે કે તે એ વાતથી ચોકી જાય છે કે કોંગ્રેસની અંદર લોકતંત્રની વાત બધા કરે છે, પરંતુ ભાજપ, એસપી તથા બીએસપી જેવી રાજકીય પાર્ટીઓને ત્યાં આંતરિક લોકતંત્ર પર કોઈ સવાલ કેમ કરતા નથી?


આ પણ વાંચોઃ West Bengal: પુરૂલિયામાં ભાજપના ચૂંટણી રથ પર હુમલો, નડ્ડાએ કહ્યું- ડરી ગઈ છે TMC  


રાષ્ટ્રવાદને લઈને કોંગ્રેસનો પોતાનો વિચાર
તો બીજીતરફ રાહુલે કહ્યુ કે, ભારતને લઈને કોંગ્રેસનો પોતાનો એક વિચાર રહ્યો છે. આ રીતે રાષ્ટ્રવાદને લઈને પણ કોંગ્રેસનો પોતાનો વિચાર રહ્યો છે. કોંગ્રેસ તેમાં સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખે છે. તેમનું કહેવું છે કે તેમના મનમાં ક્યારેય પણ કોંગ્રેસના રાષ્ટ્રવાદનો વિરોદ કરવો કે તેના પર સવાલ ઉઠાવવાનો ખ્યાલ નથી આવ્યો, કારણ કે તે પણ તેમાં સંપૂર્ણ રીતે વિશ્વાસ કરે છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સતત કોંગ્રેસને રાષ્ટ્રવાદને લઈને ઘેરતી રહે છે. તેના જવાબમાં રાહુલનું કહેવુ છે કે જેટલા તે (ભાજપ તથા સંઘ) આ મુદ્દાને લઈને સવાલ ઉઠાવશે, એટલી જ મજબૂતીથી તે તેનો સામનો કરશે. 


આ પણ વાંચોઃ World Air Quality Report 2020: વિશ્વના 30 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં 22 ભારતના, દિલ્હી નંબર-1


કેડરના સવાલ પર આ બોલ્યા રાહુલ
તો રાહુલે કોંગ્રેસના કેડરને લઈને પૂછાયેલા એક સવાલના જવાબમાં જવાબ આપ્યો કે કોંગ્રેસ ન તો કેડરમાં વિશ્વાસ કરે છે અને ન તો તેને કેડર જોઈએ. તેમનું કહેવું છે કે કેડર ભાજપ કે સંઘમાં હોય છે. તેમનું કહેવું હતું કે કોંગ્રેસ જે દિવસે કેડરઆધારિત પાર્ટી થશે, તે દિવસેમાં તેમાં તથા ભાજપમાં કોઈ ફેર રહેશે નહીં. તેમનું કહેવું છે કે અમે વિચારધારા પર ચાલીએ છીએ અને નેગોસિએશન (વાતચીત કરી સમાધાન કાઢવુ) માં વિશ્વાસ કરીએ છીએ. તેમનું કહેવું હતું કે કોંગ્રેસના સૌથી  મોટા નિગોસિએટર મહાત્મા ગાંધી હતી. ત્યારબાદ જવાહરલાલ નહેરુ અને બાકી લોકો આવ્યા. 


હું દેશના વિદ્યાર્થીઓ સાથે વાત કરવા ઈચ્છુ છું
બીજીતરફ રાહુલે એક સ્ટૂડન્ટના સવાલના જવાબમાં કહ્યુ કે, અમે આ તમામ મુદ્દા પર અમારા દેશમાં પોતાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા ઈચ્છું છું, પરંતુ તે જાણે છે કે તેની તેને મંજૂરી હશે નહીં. કોઈ પણ યુનિવર્સિટી તેને બોલાવી આવી ચર્ચા કે સંવાદ ન કરી શકે, કારણ કે જો કોઈ આમ કરે તો તે યુનિવર્સિટીના વીસીને સમન કરી દેવામાં આવશે. રાહુલને સવાલ કરવામાં આવ્યો કે તે વિદેશી યુનિવર્સિટીની સાથે તો વાત કરે છે પરંતુ પોતાને ત્યાં કેમ નહીં?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube