ઇટાનગર : ભારતીય વાયુસેનાનું ગુમ થયેલ એએન-32 વિમાન શોધવામાં લાગેલી અલગ અલગ એજન્સીઓને નક્કર પ્રયાસો છતા હજી સુધી કોઇ જ સફળતા મળી નથી. ખરાબ વાતાવરણ વચ્ચે શનિવારે છઠ્ઠા દિવસે પણ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. વિમાનમાં 13 લોકો બેઠેલા હતા. અધિકારીઓએ આ માહિતી હવે એરફોર્સએ જાહેરાત કરી છે કે આ વિમાન અંગે જે પણ નક્કર પુરાવા આપશે, વાયુસેના તેને 5 લાખ ઇનામ આપશે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શનિવારે જોરહાટની મુલાકાત લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળમાં 17 પાર્ષદોએ પાટલી બદલી, ભાજપે તૃણમુલની વધારે 1 સીટ છીનવી લીધી
વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, ધનોઆના અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને સ્થિતી અંગે માહિતગાર કર્યા. ત્યાર બાદ તેમણે તે અધિકારીઓ અને વાયુસેના કર્મચારીઓનાં પરિવારજનો સાથે મુલાકાત યોજી, જે ભારતીય વાયુસેનાનાં વિમાનમાં બેઠેલા હતા. રશિયા નિર્મિત વિમાને અરૂણાચલ પ્રદેશનાં શિ યોમી જિલ્લાના મેચુકા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગ્યે 27 મિનિટે અસમનાં જોરહાટથી ઉડ્યન કર્યું હતું. જમીન નિયંત્રણ કક્ષ સાથે વિમાનનો સંપર્ક બપોરે એક વાગ્યે તુટ્યો. વિમાનમાં ચાલક દળના આઠ સભ્યો અને પાંચ યાત્રીઓ બેઠેલા હતા. 


માલદીવની 'મજલિસ' થી PM મોદીએ વિશ્વને આપ્યા 10 મોટા સંદેશ
અમરિંદરે આઠ સલાહકાર કમિટીની રચના કરી, સિદ્ધુનો બહિષ્કાર કરાતા રોષ
વાયુસેના પ્રવક્તા વિંગ કમાન્ડર રત્નાકર સિંહે જણાવ્યું કે, ખોજી ટીમ ઇસરોનાં ઉપગ્રહો સહિત અલગ અલગ એજન્સીઓનાં ઉન્નત ટેક્નોલોજી અને સેંસર સાથે વિમાનની માહિતી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. દુર્ગમ વિસ્તાર અને ગાઢ જંગલમાં મિશન પ્રભાવિત થઇ રહ્યું છે. આખો દિવસ ખરાબ હવામાન અને ઓછી દ્રશ્યતાના કારણે હવાઇ અભિયાનો પર ગંભીર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, ખરાબ હવામાનનાં કારણે વાયુસેના, પાયદળ અને સ્થાનિક તંત્રને સંયુક્ત સંશોધન અભિયાન ચાલુ રાખ્યું. 


હવાઇ યાત્રા કરનારા માટે ચોંકાવનારા સમાચાર, 1 જુલાઇથી મોંઘી થશે મુસાફરી
સ્થાનીક અને જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે ભારતીય સેના અને ભારત-તિબેટ સીમા પોલીસની ટીમો સિયાંગ જિલ્લાની આસપાસ વિસ્તારમાં શોઘખોળ કરી રહ્યા છે. સિંહે કહ્યું કે, ભારતીય વાયુસેનાએ અભિયાનમાં વધારે હેલિકોપ્ટર અને માલવાહક વિમાન ફરજંદ કર્યા છે અને ગત્ત થોડા દિવસોમાં સંશોધન ક્ષેત્રનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, હવાઇ સેંસર અને ઉપગ્રહોથી એકત્ર કરાયેલ ડેટા અને તસ્વીરોના સુરાગ શોધવા માટે બારીકીથી વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.