ગમે એટલા તીર લઈ લો, ધનુષ તો મારી પાસે છે, શિવસેનાને ભાજપ તોડી રહી છે: ઉદ્ધવ ઠાકરે
પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ઠાકરે સંકટથી ડરતા નથી. ઉદ્ધવે કહ્યુ કે આપણી પાર્ટીને બળવાખોરોએ નહીં પરંતુ ભાજપે તોડી છે.
મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે પ્રથમવાર ભાજપ પર હુમલો કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે એક બેઠક દરમિયાન કહ્યુ કે શિવસેનામાં વિભાજનની સ્થિતિ બળવાખોરોને કારણે નહીં પરંતુ ભાજપને કારણે ઉભી થઈ છે. એટલું જ નહીં ઠાકરેએ કહ્યું કે તમે લોકો ભલે ગમે એટલા તીર લઈને ભાગી જાવ, તે યાદ રાખવાનું છે કે ધનુષ મારી પાસે છે. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનને પાર્ટીના નિશાન માટે ચાલી રહેલી લડાઈ સાથે જોડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઠાકરે સંકટથી ડરતા નથી. ઉદ્ધવ ઠાકરેએ સંકલ્પ વ્યક્ત કર્યો કે ભલે ગમે એટલા સંકટ આવી જાય, અમે લડીશું અને ફરીથી પાર્ટીનું નિર્માણ કરીશું.
મુંબઈમાં ઉત્તર ભારતીય મહાસંઘના નેતાઓ સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ આ વાત કહી છે. આ તકે હાજર પદાધિકારીઓએ શિવસેનાની સાથે હોવાની વાત કહી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ ઉત્તર ભારતીય સંઘના પદાધિકારીઓ સાથે બેઠકને સંબોધિત કરતા એકનાથ શિંદે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું- ગમે એટલા તીર લઈ જાવ, યાદ રાખજો ધનુષ મારી પાસે છે. બળવાખોરોએ શિવસેના તોડી નથી, તેની પાછળ ભાજપ છે. ભાજપ જ શિવસેનાને ખતમ કરવાનું કામ કરી રહી છે.
આ પણ વાંચોઃ નૂપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની પાસે મળ્યો 11 ઇંચનો ચાકુ, રાજસ્થાન સરહદ પર ધરપકડ
ઉત્તર ભારતીય સંઘના પદાધિકારીઓએ આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી અને કહ્યું કે, આ સંકટના સમયમાં અમે તમારી સાથે છીએ. નોંધનીય છે કે શિવસેનાના 12 સાંસદોએ પણ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી એકનાથ શિંદેની સાથે જવાનો સંકેત આપ્યો છે. તેને કારણે પાર્ટીની સામે મોટું સંકટ ઉભુ થઈ ગયું છે. એટલું જ નહીં એકનાથ શિંદે જૂથ તો હવે પાર્ટીના નિશાન તીર-ધનુષ પર દાવા માટે ચૂંટણી પંચમાં જવાની તૈયારી કરી રહ્યું છે. આ સિવાય સાંસદોના જૂથે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખી ખુદને અલગ માન્યતા આપવાની માંગ કરી છે.
શિવસેનાના 12 બળવાખોર સાંસદોને મળી સુરક્ષા
શિવસેનાના 12 બળવાખોર સાંસદોને વાઈ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ બળવાખોર સાંસદ છે જેણે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. જાણકારી પ્રમાણે આ સુરક્ષા સોમવારે રાતથી આપવામાં આવી છે. આ 12 સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખી રાહુલ શેવાલેને નેતા તરીકે માન્યતા આપવાનો આગ્રહ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube