નવી દિલ્હીઃ શું જમ્મુ કાશ્મીરમાં કંઈક મોટું થવાનું છે?.... શું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્મા માટે કોઈ પ્લાન બની રહ્યો છે?... આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્લીના નોર્થ બ્લોકમાં મેરેથોન બેઠક યોજાઈ.... જેમાં NSA અજીત ડોભાલની સાથે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિહા, IBના વડા વગેરે ઉપસ્થિત રહ્યા.... ત્યારે બેઠકમાં બીજું કોણ-કોણ હાજર રહ્યું?.... બેઠકનું કેમ આયોજન કરવામાં આવ્યું?... જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂન મહિનામાં બનેલી આ ચાર ઘટનાઓએ લોકોની સાથે સાથે તંત્ર અને સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે... કાશ્મીરમાં શાંતિ અને સલામતીની વાતો કરતી મોદી સરકારે તાત્કાલિક આ મામલે બેઠક યોજી.... કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્લીના નોર્થ બ્લોકમાં બેઠક યોજાઈ..... 


ગૃહ મંત્રી અમિત શાહે 2 મેરેથોન બેઠક કરી.... આ બેઠકમાં. જમ્મુ કાશ્મીરની આંતરિક સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી છે. જેમાં આતંકવાદ સામે ઓપરેશન ઓલઆઉટ તેજ કરવા પર પ્લાન બનાવવામાં આવ્યો છે. સાથે જ ટેરર ફંડિગ રોકવા પર પણ મંથન કરામાં આવ્યું. LOC પર આતંકવાદીઓની ઘૂસણખોરી પર રોક લગાવવા અંગે ચર્ચા થઈ. જ્યારે બીજી બેઠકમાં અમરનાથ સુરક્ષા પર ચર્ચા કરાઈ. યાત્રા માટે 60,000 જવાનોને તહેનાત કરવામાં આવશે. અમરનાથના બંને રસ્તા પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ છે. અમરનાથ યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી યોજાશે.


આ પણ વાંચો- કાશ્મીરમાં એન્જિનિયરોનું અદ્ભુત કામ, પહેલીવાર ચેનાબ પરથી પસાર થઈ રેલવે


આ હાઈલેવલ મીટિંગમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ, સેનાના પ્રમુખ, આઈબીના વડા, જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા... આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીર રિઝનમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓને કેવી રીતે નાથવી તેના પર રહ્યો.... આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ શબ્દો કહ્યું કે...
આતંકવાદને કચડી નાંખો....
આતંકીઓને મદદ કરનારાઓને પણ છોડશો નહીં....
અમરનાથ યાત્રાના રૂટ પર સઘન સુરક્ષા તહેનાત કરો...


હાલમાં જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે... તેણે ચોક્કસથી સરકારની ચિંતા વધારી દીધી છે.... આતંકવાદીઓ અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરી શકે છે... ત્યારે અમરનાથ યાત્રામાં કોઈ ઘટના ન બને અને આતંકીઓનો સફાયો થાય તે માટે કેન્દ્ર સરકાર અને સેનાના જવાનો સજ્જ છે.