એક એવું ગામ જ્યાં એક પણ નથી મુસ્લિમ, તેમ છતાં દરરોજ અદા થયા છે 5 સમયની નમાજ
Village where no Muslim lives: બિહારમાં એક એવું ગામ આવેલું છે જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી. તેમ છતાં અહીં મસ્જિદમાં દરરોજ પાંચ સમયની નમાજ અદા કરવામાં આવે છે ઉપરાંત અઝાન પણ વાંચવામાં આવે છે.
Bihar's Mari village: હાલ દેશમાં લાઉડસ્પીકર પર અઝાન વાંચવાનો મામલો ખુબ જ ચર્ચામાં છે. ત્યારે બિહારના એક એવા ગામ વિશે અમે તમને જણાવી રહ્યા છે જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી, પરંતુ મસ્જિદમાં દરરોજ અઝાન કરવામાં આવે છે. આ સાંભળીને લગભગ દરેક લોકો ચોંકી ઉઠે છે કે અહીં એક પણ મુસ્લિમ પરિવાર નથી, તેમ છતાં દરરોજ મસ્જિદમાં નિયમાનુસાર પાંચ સમયની નમાજ અદા કરવામાં આવે છે ઉપરાંત અઝાન પર કરવામાં આવે છે. આ બધુ જ હિન્દુ સમુદાયના લોકો કરે છે.
તહેવારમાં મસ્જિદની બહાર ટેકે છે માથું
બિહારના નાલંદા જિલ્લાના માડી ગામમાં માત્ર હિન્દુ સમુદાયના લોકો રહે છે. જો કે અહીં એક મસ્જિદ પણ આવેલી છે. ગામમાં રહેતા લોકો મસ્જિદની સાફ સફાઈ કરે છે. આ ગામમાં રહેતા લોકો તહેવારમાં મસ્જિદની બહાર માથું પણ ટેકે છે. ગ્રામજનોનું કહેવું છે કે, જે લોકો આ નથી કરતા તેમના પર કોઈને કોઈ મુશ્કેલી આવે છે.
40 થી વધુ યુવતીઓને પછાડી આ યુવતી બની મિસ અમદાવાદ, મિસ ઇન્ડિયા માટે કરી ખાસ તૈયારી
મુસ્લિમમો ગામ છોડી જતા રહ્યા અન મસ્જિદ રહી ગઈ
સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો પહેલા આ ગામમાં મુસ્લિમ રહેતા હતા. પરંતુ ધીરે ધીરે તેઓ ગામ છોડીને જતા રહ્યા અને ગામમાં તેમની મસ્જિદ રહી ગઈ. આ મસ્જિદનું નિર્માણ કોણે અને ક્યારે કર્યું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ લોકોનું કહેવું છે કે તેમના વડવાઓ દ્વારા જણાવ્યા અનુસાર આ મસ્જિદ લગભગ 200-250 વર્ષ જૂની છે. મસ્જિદ સામે એક મઝાર પણ છે, જેના પર લોકો ચાદર ચઢાવે છે.
મસ્જિદમાં કોણ વાંચે છે અઝાન?
જો કે, હવે તમારા મનમાં એક સવાલ ઉભો થતો હશે કે જો ગામમાં એકપણ મુસ્લિમ નથી તો પછી અઝાન કોણ વાંચે છે. તો અમને તમને જણાવી દઈએ કે સ્થાનિક લોકોએ તેનો પણ માર્ગ શોધી કાઢ્યો છે. તેમણે અઝાનના શબ્દો રેકોર્ડ કરી એક પેન ડ્રાઈવમાં રાખ્યા છે. તેઓ અઝાનના સમયે આ રેકોર્ડિંગ પ્લે કરે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube