નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિએન્ટને લઈને એક રાહતના સમાચાર છે. એક્સપર્ટ્સ કહે છે કે ઓમિક્રોન, ડેલ્ટાની સરખામણીએ ઓછો જોખમી છે. ઓમિક્રોનથી ગભરાવવાની જરૂર નથી. ડોક્ટર્સે એમ પણ જણાવ્યું કે અત્યાર સુધીમાં ઓમિક્રોનથી જેટલા પણ કેસ મળ્યા તેમાંથી કોઈ પણ ગંભીર રીતે બીમાર નહતા. જો કે ઓમિક્રોન ઝડપથી ફેલાય છે તે તો મોટાભાગના એક્સપર્ટ્સ માને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હળવા છે ઓમિક્રોનના લક્ષણ- એક્સપર્ટ
સંક્રામક બીમારીઓના સ્પેશિયાલિસ્ટ અને ઓમિક્રોન પીડિતોની સારવાર કરી ચૂકેલા ડોક્ટર સયાન ચક્રવર્તીએ કહ્યું કે અત્યાર સુધીમાં મે જે જોયું છે તેનાથી જાણવા મળ્યું છે કે ઓમિક્રોન, ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓછો જોખમી છે. બીજી લહેર દરમિયાન આપણે વધુ ગંભીર કેસ જોયા છે. ઓમિક્રોનના આવા કેસ હોવાની સંભાવના ઓછી છે. ફક્ત હું જ નહીં પરંતુ અને વિદેશી રિપોર્ટ પણ આવું જ કહે છે. ઓમિક્રોનના લક્ષણો હળવા છે. ફક્ત હળવો તાવ અને ઉધરસ આવે છે. 


Corona Update: દેશમાં કોરોનાના 33 હજારથી વધુ નવા કેસ, જાણો લેટેસ્ટ સ્થિતિ


ડેલ્ટા કરતા ઓછો જોખમી છે ઓમિક્રોન-એક્સપર્ટ
ક્રિટિકલ કેર એક્સપર્ટ અને ઓમિક્રોનથી સંક્રમિત અનેક દર્દીઓની સારવાર કરી ચૂકેલા ડોક્ટર સાસ્વતી સિન્હાએ કહ્યું કે અત્યાર સુધીમાં ઓમિક્રોનના 4 દર્દીઓની સારવાર કરી છે. તેમાંથી કોઈ પણ ગંભીર રીતે બીમાર નહતા. તેમનામાં હળવા લક્ષણ હતા. વિદેશી રિપોર્ટ્સ પણ આ જ કહે છે. ઓમિક્રોનના લક્ષણો હળવા છે. જો કે તે ઝડપથી ફેલાય છે. આપણે બીજી ઘાતક લહેર જોઈ ચૂક્યા છે. કેટલાક ઓમિક્રોનના કેસ જોયા બાદ મને લાગે છે કે હાલાત ખરાબ નહીં થાય. 


આ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને આપી 2 દિવસની ખાસ રજા, કારણ જાણીને આખો દેશ ભાવુક થયો


ઓમિક્રોનથી વિક્સિત થઈ જશે મિક્સ્ડ એન્ટીબોર્ડ- એક્સપર્ટ
આ બાજુ કોવિડ એક્સપર્ટ ડોક્ટર જોગીરાય રોયે કહ્યું કે ઓમિક્રોન એક હળવી બીમારી છે. વધુ કેસ ડેલ્ટા વેરિએન્ટના જ સામે આવી રહ્યા છે. જે લોકો ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થાય છે તેમને ઓક્સિજનની જરૂર પડે છે. મને નથી લાગતું કે ઓમિક્રોનમાં ઓક્સિજનની વધુ જરૂર પડશે. જો મોટાભાગના લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ જાય તો આપણને ઈમ્યુનિટી મળી જશે. જે લોકો રસી લઈ ચૂક્યા છે તેમનામાં મિક્સ્ડ ઈમ્યુનિટી વિક્સિત થઈ જશે. તેનાથી સારું શું હોઈ શકે?


અત્રે જણાવવાનું કે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટથી અત્યાર સુધીમાં 1700 જેટલા લોકો સંક્રમિત થયા છે. 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તે પ્રસરી ચૂક્યો છે. જેમાંથી 639 લોકો કા તો સાજા થઈ ગયા છે અથવા તો માઈગ્રેટ થઈ ચૂક્યા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 510 કેસ ત્યારબાદ દિલ્હીમાં 351, કેરળમાં 156, ગુજરાતમાં 136, તામિલનાડુમાં 121 અને રાજસ્થાનમાં 120 કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube