એક પણ બાંગ્લાદેશી ઘુસણખોરને ભારતમાં નહીં રહેવા દઈએ, શોધી-શોધીને હાંકી કાઢીશું - અમિત શાહ
પક્ષના કાર્યકર્તાઓના શક્તિ કેન્દ્ર સંમેલનને સંબોધિત કરતાં અમિત શાહે જણાવ્યું કે, ભાજપનો સંકલ્પ છે કે એકપણ બાંગ્લાદેશુ ઘુસણખોરને ભારતમાં રેહવા નહીં દેવાય, તેમને શોધી-શોધીને બહાર કાઢી દેવાશે.
જયપુરઃ બાંગ્લાદેશી ઘુસણખોરના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીની નીતિને ફરી એક વખત સ્પષ્ટ કરતા પક્ષના અધ્યક્ષ અમિત શાહે મંગળવારે જણાવ્યું કે, ભારતમાં ગેરકાયદે ઘુસી આવેલા બાંગ્લાદેશીઓને શોધી-શોધીને બહાર કાઢી મુકાશે. તેમણે અહીં પક્ષના કાર્યકર્તાઓના શક્તિ કેન્દ્ર સંમેલનને સંબોધિત કરતા જણાવ્યું કે, "ભાજપનો સંકલ્પ છે કે, એક પણ બાંગ્લાદેશી ઘુસણખોરને ભારતમાં રહેવા દેવાશે નહીં. શોધી-શોધીને બહાર કાઢી મુકીશું."
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ના અમલીકરણનો ઉલ્લેખ કરતા તેનો વિરોધ કરી રહેલા લોકો પર નિશાન તાકતા અમિત શાહે જણાવ્યું કે, "વોટ બેન્કની ચિંતા કરનારા લોકો માનવાધિકારની વાત કરી રહ્યા છે. તેમને આ દેશની અને આ દેશના ગરીબોની ચિંતા નથી."
પાક. વિસ્થાપિત હિન્દુઓના મુદ્દે શાહે જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિટીઝન અમેન્ડમેન્ટ બિલ લઈને આવ્યા છે. જેમાં અમે નક્કી કર્યું છે કે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા શીખ, હિન્દુ, બૌદ્ધ અને જૈન ઘુસણખોર નથી પરંતુ શરણાર્થી છે અને તેમને અહીં નાગરિક્તા અપાશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના મહાસચિવ રામ માધવે સોમવારે જણાવ્યું હતું કે, આસામમાં નાગરિક નોંધણી (એનઆરસી)ની અંતિમ યાદીમાં સામેન ન કરાયેલા લોકોનો મતાધિકાર છીનવી લેવાશે અને તેમને તેમનાં દેશ પાછા મોકલી દેવાશે. આ દરમિયાન, ભાજપના જ નેતા અને આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે, એનઆરસીને સમગ્ર ભારતમાં લાગુ કરાશે.
હાર્દિક પટેલે અમિત શાહને લઇને કર્યો મોટો ખુલાસો...વાંચો
"એનઆરસીઃ ડિફેન્ડિંગ ધ બોર્ડર્સ, સિક્યોરિંગ ધ કલ્ચર" વિષય પર એક સેમિનારને સંબોધિત કરતા સોનોવાલે જણાવ્યું કે, ભારતના કાયદેસરના નાગરિકોને પોતાની નાગરિક્તા સાબિત કરવા અને એનઆરસીની અંતિમ યાદીમાં પોતાનું નામ સામેલ કરાવવા માટે પુરતી તક અપાશે.
હાર્દિક પટેલને કોંગ્રેસના ધારાસભ્યોએ શું આપી સલાહ...વાંચો
'રામભાઉ મ્હલગી પ્રબોધિની' નામના થિન્ક ટેન્ક તરફથી આયોજિત સેમિનારમાં સોનોવાલે જણાવ્યું કે, "એનઆરસીને તમામ રાજ્યોમાં લાગુ કરવું જોઈએ. આ એવો દસ્તાવેજ છે જે તમામ ભારતીયોનું સંરક્ષણ કરી શકે છે. આસામમાં એનઆરસીમાં સામેન ન કરાયેલા લોકો અન્ય રાજ્યોમાં જઈ શકે છે. આથી આપણે નક્કર પગલાં લેવાં પડશે."