નવી દિલ્હી: પાકિસ્તાન જ્યાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારનો મામલો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. ત્યાં ગિલગીટ-બલુચિસ્તાનમાં મોટા પાયે તેમની સેના દ્વારા કરવામાં આવી રહેલા માનવાધિકારનું ઉલ્લંધનની અવગણના કરવામાં આવી રહી છે. જે પાકિસ્તાનના કબજા હેઠળ આવેલા જમ્મુ-કાશ્મીરનો એક ભાગ છે. આ સાથે જ બલુચિસ્તાનમાં પણ માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યૂએનએતઆરસીનું 42મું સત્ર સોમવારથી શરૂ થઇ ગયું છે અને આગામી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 19 સપ્ટેમ્બર પહેલા પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દા પર પ્રસ્તાવ જાહેર કરવાની આશા છે અને ભારત તેનો જવાબ આપવા માટે તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ઓટો ક્ષેત્ર મંદીઃ અશોક લેલેન્ડ સપ્ટેમ્બરમાં 18 દિવસ માટે બંધ કરશે ઉત્પાદન


પાકિસ્તાનમાં માનવાધિકારનું મોટું ઉલ્લંઘન
સત્રમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશીના ભારત વિરૂદ્ધ મોરચો સંભાળવાની આશા છે. પાકિસ્તાનમાં પોતાની સેવાઓ આપી ચુકેલા ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)ના સેવાનિવૃત્ત અધિકારી વિષ્ણુ પ્રકાશે કહ્યું, પાકિસ્તાન એક હતાશ રાષ્ટ્ર છે અને તેનો તેની ખેલ પુરો થઈ ગયો છે.


આ પણ વાંચો:- સેનાએ પાકિસ્તાનની BAT દ્વારા LoC પર ઘુસણખોરીના પ્રયાસનો વીડિયો બહાર પાડ્યો


તેમણે કહ્યું કે, પાકિસ્તાન તેની બોર્ડર અંદર લઘુમતિઓ પર માનવાધિકાર હનન મામલે અવગણના કરી રહ્યું છે. એટલું ડ નહીં તેઓ ગિલગીટ-બલુચિસ્તાનમાં માનવાધિકારોનું હનન કરી રહ્યાં છે, જે પાકિસ્તાનના કબજાવાળું ક્ષેત્ર છે. તેમણે આ સાથે જ બલુચિસ્તાનમાં બલુચ લોકોની સાથે કરવામાં આવી રહેલા અત્યાચારનો પણ સંદર્ભ આપ્યો હતો.


આ પણ વાંચો:- પાકિસ્તાની નાગરિક મુનાબાવમાં સરહદ પાર કરીને ઘુસી આવ્યો, BSFના હાથે પકડાયો


પાકિસ્તાન UNHRCમાં બૂમો પાડશે ‘કાશ્મીર... કાશ્મીર’
પાકિસ્તાન ભારત દ્વારા જમ્મુ તેમજ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરરજો આપનાર આર્ટિકલ 370 હટાવ્યા બાદ આ મામલે દરેક આંતરરાષ્ટ્રિય મંચ પર ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે ગત મહિને તેના મિત્ર ચિનની મદદથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મામલો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વિશ્વ નિકાયથી આ મામલે કોઇ પણ ઔપચારિક નિવેદન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.


આ પણ વાંચો:- ભાજપમાં જોડાતાં જ કલ્યાણ સિંહના માથે મુસિબત, સીબીઆઈએ કરી કોર્ટમાં અરજી


હવે પાકિસ્તાનને લાગે છે કે, યૂએનએચઆરસી આ મામલે ઉઠાવવા માટે શ્રેષ્ઠ મંચ છે, જ્યારે ભારત તેને પોતાનો આંતરિક મામલો ગણે છે. યૂએનએચઆરસીમાં સંયુક્ત રાષ્ટ્રના 47 દેશ સામેલ છે. આ દેશોને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વાર પસંદ કરવામાં આવ્યા છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...