કોઇ કોર્ટ નક્કી ન કરી શકે કે રામ અયોધ્યામાં જનમ્યા હતા કે નહી: VHP
પ્રયાગરાજમાં 15 જાન્યુઆરીથી ચાલુ થનારા કુંભ મેળા દરમિયાન રામ મંદિર મુદ્દે પોતાની આગામી રણનીતિ નિશ્ચિત કરવાની જાહેરાત કરતા વિહિપે કહ્યું કે, કોઇ પણ કોર્ટ પણ તે નક્કી ન કરી શકે કે પ્રભુ રામ અયોધ્યામાં જનમ્યા હતા કે નહી
ઇંદોર : અયોધ્યા વિવાદ અંગેના કેસ સુપ્રીમ કોર્ટમાં લાંબો ખેંચવા અંગે વિશ્વ હિંદુ પરિષદ (VHP)એ ઉંડો અસંતોષ વ્યક્ત કર્યો અને નરેન્દ્ર મોદી સરકાર પર દબાણ વધારતા પોતાની માંગ બેવડાવી છે કે ભગવાન રામની જન્મભુમિ પર ભવ્ય મંદિરના નિર્માણની રાહ પ્રશસ્ત કરવા માટે ઝડપથી કાયદો બનાવવામાં આવે. પ્રયાગરાજમાં 15 જાન્યુઆરીથી ચાલુ થનારા કુંભ મેળા દરમિયાન રામ મંદિરના મુદ્દે પોતાની આગામી રણનીતિ નક્કી કરવાની જાહેરાત કરતા વિહિપે કહ્યું કે, કોઇ પણ કોર્ટ તે નક્કી ન કરી શકે કે પ્રભુ રામ અયોધ્યામાં જનમ્યા હતા કે નહી.
વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ સદાશીવ કોકજેએ અહીં ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ધાર્મિક આસ્થા મુદ્દે કોર્ટનાં અધિકાર ક્ષેત્રમાં નથી આવતા. કોર્ટ તો કાયદા અનુસાર ચાલે છે. જેથી અમે ઇચ્છીએ છીએ કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્ણ માટે સરકાર ઝડપથી કાયદો બનાવે.
કોર્ટ દ્વારા અયોધ્યા વિવાદની સમાધાન શક્ય નહી.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનની હાઇકોર્ટનાં પૂર્વ ન્યાયાધીશે કહ્યું કે, કોઇ પણ કોર્ટ તે નિશ્ચિત કરી શકે છે કે પ્રભુ રામ અયોધ્યામાં જનમ્યા હતા કે નહી. એટલા માટે અમે શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવવામાં આવે. નહી તો આ મુદ્દે દેશમા અંતહિન સિલસિલો ચાલ્યા જ કરે. તેમણે જોર આપતા કહ્યું કે, હાલની પરિસ્થિતીને જોતા વિહિપને લાગે છે કે કોર્ટ પ્રક્રિયા દ્વારા અયોધ્યા વિવાદની ઝડપથી સમાધાન શક્ય નથી.
સાધુ સંતોના માર્ગદર્શન પર આગળની રણનીતિ નિશ્ચિત કરીશું.
કોકજેએ કહ્યું કે, અમને આશંકા છે કે આગામી સમયમાં પણ અયોધ્યા વિવાદનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારે ટળતું રહેશે, જે પ્રકારે આટલા દિવસથી ટળી રહ્યા છે. કોકજેએ તેમ પણ જણાવ્યું કે પ્રયાગરાજ કુંભ દરમિયાન 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના રોજ આયોજીત ધર્મ સંસદમાં વિહિપ સાધુ-સંતોના માર્ગદર્શનનાં આધારે અમે રામ મંદિર મુદ્દે પોતાની આગામી રણનીતિ નિશ્ચિત કરશે. કોકજેએ આરોપ લગાવ્યો કે વોટબેંકની પોતાની જુની રાજનીતિના કારણે કોંગ્રેસ રામ મંદિર નિર્માણમાં બાધા ઉત્પન્ન કરી રહ્યા છે.
મુસલમાન પણ ઇચ્છે છે અયોધ્યા વિવાદનો ઉકેલ
હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલે કહ્યું કે, મુસલમાન પણ અયોધ્યા વિવાદ ઉકેલવા માંગે છે. જો કે રામ મંદિર નિર્માણની રાહમાં સૌથી મોટુ રોડુ જો કોઇ છે, તો તેઓ કોંગ્રસ જ છે. કોંગ્રેસ સાથે જોડાયેલા વકીલ અલગ-અલગ હથકંડા અપનાવીને અયોધ્યા વિવાદનાં કેસને સુપ્રીમ કોર્ટમાં લાંબુ ખેંચવા માંગે છે.