ચેન્નાઇ : દક્ષિણના પ્રખ્યાત અભિનેતા રજનીકાંતે શનિવારે કહ્યું કે, લાંબા સમયથી પાલન કરવામાં આવી રહેલી મંદિરની પરંપરાઓમાં કોઇ પણ હસ્તક્ષેપ ન થવું જોઇએ. કેરળનાં સબરીમાલા મંદિરમાં તમામ આયુ વર્ગની મહિલાઓના પ્રવેશની પરવાનગી આપનારા હાઇકોર્ટનાં આદેશ અને ત્યાર બાદ થઇ રહેલ પ્રદર્શનો પર અભિનેતાની આ પહેલી ટિપ્પણી છે. તેમણે કહ્યું કે, પ્રત્યેક ક્ષેત્રમાં મહિલાઓની બરાબરી મુદ્દે કોઇ જ બીજો મત નથી.

રજનીકાંતે કહ્યું કે, જ્યારે તમે કોઇ મંદિર અંગે વાત કરીએ છીએ તો પ્રત્યેક મંદિરના કેટલાક રીતિ - રિવાજ અને પરંપરાઓ હોય છે જેને લાંબા સમયથી પાલન તઇ રહ્યું છે. મારૂ વિનમ્ર મંતવ્ય છે કે કોઇને પણ તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઇએ. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સન્માન થવું જોઇએ. જો કે તેમાં અન્ય પણ ઇશારો કર્યો કે વાત જ્યારે ધર્મ સંબંધિત રિતિ-રિવાજોની હોય તો સાવચેતી વર્તવી જોઇએ.

સરકારે જ્યારથી કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું પાલન કરશે ત્યારથી સબરીમાલા મંદિરમાં રજસ્વલા થતી મહિલા અને યુવતીઓનાં પ્રવેશની વિરુદ્ધ કેરળમાં સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. #Me Too  અભિયાન અંગે રજનીકાંતે કહ્યું કે આ મહિલાઓ માટે હિતકારી હતું. જો કે તેમણે ચેતવણી ઉચ્ચારી કે તેનો દુરૂપયોગ ન થવો જોઇએ અને યોગ્ય રીતે તેનો ઉપયોગ થવો જોઇએ.