જયપુર : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા રમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ જમવારાગઢ પહોંચ્યા હતા. રાજ્યવર્ધનસિંહ રાઠોડે જમવારામગઢના આંધી ગામમાં ભાજપ ઉમેદવાર મહેશ પાલ મીણાના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી હતી. બીજી તરફ રાજ્યસભા સાંસદ ડૉ. કિરોડીલાલ મીણા પણ મહેન્દ્ર પાલ મીણાના સમર્થનમાં જનસભા સંબોધિત કરવા માટે હેલિકોપ્ટર દ્વારા આંધી ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામીણોએ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને રાજ્યસભા સાંસદ કિરોડી લાલ મીણાનું જોરદાર સ્વાગત કર્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, આ વખતે કોંગ્રેસને એવું સાફ કરીશું કે 5 વર્ષ સુધી કોંગ્રેસનો પંજો નહી જોવા મળે. તેમણે કહ્યું કે, 2008માં કોંગ્રેસનાં 323 યોજવાઓની જાહેરાત કરી હતી પરંતુ તેમણે પોતાની યોજનાઓ પુરી નથી કરી અને જે વચનો આપ્યા હતા તે પુરા નથી થયા એટલા માટે 2013ની ચૂંટણીમાં રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને ખદેડી દીધું હતું. આ વખતે કોંગ્રેસે 2018ની ચૂંટણીમાં 417 યોજનાઓની જાહેરાત કરી છે. ગત્ત 323 તો પુરા થયા નથી આ વખતે 417ની જાહેરાત કરી દેવાઇ છે. 

સાથે જ રાજ્યવર્ધનસિંહ રાઠોડે ભાજપનાં 5 વર્ષનાં વિકાસ કાર્યોની પણ જનતા સમક્ષ મુકી હતી. રાઠોડે કહ્યું કે, ભાજપ સરકાર માત્ર વચનો નથી આપતી પરંતુ કામ પણ કરે છે. ભાજપ સરકાર પોતાનું લક્ષ્યાંક સમય સીમા પહેલા જ પુરૂ કરી દે છે. ભાજપ સરકારનું લક્ષ્ય અથવા 2019 સુધી તમામ ગરીબ લોકોનાં ઘરમાં 5 કરોડ ગેસ કનેક્શન મળવાં જોઇએ. જે લક્ષ્યને ભાજપની સરકારે આજથી અગાઉ જ પુરૂ કરી લીધું અને આગળ નવુ લક્ષ્યાંક પણ રજુ કર્યું. આગળનું લક્ષ્ય છે ગામમાં 9 કરોડ ગેસ કનેક્શન આપવામાં આવશે.