અસમની હિમંતા બિસ્વા સરમા સરકારે પોતાના કર્મચારીઓ પર જીવનસાથી જીવિત હોય તો અન્ય કોઈ સાથે લગ્ન કરવા પર રોક લગાવી છે અને બીજા વિવાહ કરવા પર દંડાત્મક કાર્યવાહીની ચેતવણી આપી છે. પર્સનલ લોમાં ભલે બીજા લગ્નની મંજૂરી હોય તો પણ બીજા લગ્ન કરવાની પરવાનગી નહીં રહે. કાર્મિક વિભાગના કાર્યાલય પત્રમાં કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો પતિ કે પત્ની જીવિત હોય તો કોઈ અન્ય સાથે લગ્ન કરતા પહેલા સરકારની મંજૂરી લેવાની રહેશે. તેમાં ડિવોર્સના માપદંડ વિશે ઉલ્લેખ કરાયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તત્કાળ પ્રભાવથી લાગૂ થયો આદેશ
પત્રમાં કહેવાયું છે કે કોઈ પણ સરકારી કર્મચારી, જેની પત્ની જીવિત હોય, સરકારની મંજૂરી વગર બીજા લગ્ન કરી શકશે નહીં. ભલે તેના પર લાગૂ થનારા પર્સનલ લો હેઠળ બીજા લગ્નની મંજૂરી હોય. પત્રમાં કહેવાયું છે કે એ જ રીતે કોઈ પણ મહિલા સરકારી કર્મચારી જેનો પતિ જીવિત હોય, સરકારની મંજૂરી વગર બીજા લગ્ન કરી શકશે નહીં. આ આદેશ તત્કાળ પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યો છે. 


નિયમોનો ભંગ કરવા બદલ થશે કાર્યવાહી
કાર્મિક અધિક મુખ્ય સચિવ નીરજ વર્મા દ્વારા આ નોટિફિકેશનને 20 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ ગુરુવારે આ અંગે જાણકારી મળી. તેમાં કહેવાયું છે કે દિશાનિર્દેશ અસમ સિવિલ સેવા (આચરણ) નિયમાવલી 1965ના નિયમ 26ની જોગવાઈઓના આધારે બહાર પાડવામાં આવી છે. આદેશમાં કહેવાયું છે કે ઉપરોક્ત જોગવાીઓના સંદર્ભમાં અનુશાસનાત્મક પ્રાધિકારી અનિવાર્ય સેવાનિવૃત્તિ સહિત દંડ લગાવવા માટે તત્કાળ વિભાગીય કાર્યવાહી શરૂ કરી શકે છે. 


આદેશમાં આ પ્રકારની પ્રથાને એક સરકારી કર્મચારી તરફથી ઘોર કદાચાર ગણાવવામાં આવ્યો છે. જેની સમાજ પર મોટી અસર પડે છે. કાર્યાલય પત્રમાં અધિકારીઓને આવા મામલાઓ સામે આવે તો જરૂરી કાનૂની પગલાં ભરવા માટે કહેવાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube