વાયરસના ભયંકર પ્રકોપ વચ્ચે દેશમાં કોરોનાની રસી ખૂટી પડી? જાણો સ્વાસ્થ્ય મંત્રીનો જવાબ
નવી દિલ્હી/મુંબઈ: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે આ બધા વચ્ચે સરકારે 11 એપ્રિલથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એવા સરકારી અને ખાનગી કાર્યસ્થળો ઉપર પણ કોવિડ 19 (Covid 19 Vaccine) રસીકરણની મંજૂરી આપી દીધી છે જ્યાં તેની યોગ્યતા રખનારા લગભગ 100 લાભાર્થી હોય. કેન્દ્રએ મહારાષ્ટ્ર અને કેટલાક બીનભાજપા શાસિત રાજ્યોની ફરિયાદ વચ્ચે એમ પણ કહ્યું કે દેશમાં કોરોના રસીની કોઈ કમી નથી.
ધ્યાન ભટકાવવાની કોશિશ
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને મહારાષ્ટ્ર અને કેટલાક અન્ય રાજ્યો પર બુધવારે આકરા પ્રહાર કર્યા અને તેમના પર પાત્રતા ધરાવનારા પૂરતી સંખ્યામાં લાભાર્થીઓને રસી આપ્યા વગર તમામ માટે રસીની માગણી કરીને લોકોમાં દહેશત ફેલાવવાનો અને પોતાની 'નિષ્ફળતાઓ' છૂપાવવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રસીની કમીને લઈને મહારાષ્ટ્રના સરકારી પ્રતિનિધિઓના નિવેદન બીજુ કઈ પરંતુ વૈશ્વિક મહામારીના પ્રસારને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારની વારંવારની નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવાની કોશિશ છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રીનું નિવેદન
આ અગાઉ બુધવારે મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે રાજ્ય પાસે કોરોના રસીના ફક્ત 14 લાખ ડોઝ વધ્યા છે જે ત્રણ દિવસ સુધી જ ચાલી શકશે અને રસીની કમીના કારણે અનેક રસીકરણ કેન્દ્રો બંધ કરવા પડી રહ્યા છે. ટોપેએ પત્રકારોને કહ્યું કે આવા રસીકરણ કેન્દ્રો પર આવતા લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે કારણ કે રસીના ડોઝની આપૂર્તિ થઈ નથી. ટોપેએ કહ્યું કે રાજ્ય સરકાર આ પહેલા એક દિવસમાં ચાર લાખલોકોને રસીકરણ કરી રહી હતી.
રાહુલ ગાંધીએ ઉઠાવ્યા હતાં સવાલ
આ બધા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં તમામ નાગરિકોને કોરોના રસીની વકાલત કરતા કહ્યું હતું કે આ રસીની જરૂરિયાતને લઈને ચર્ચા કરવી હાસ્યાસ્પદ છે તથા દરેક ભારતીય સુરક્ષિત જીવનની તક મેળવવાનો હકદાર છે. તેમણે કોવિડ રસી હેશટેગથી ટ્વીટ કરી. 'જરૂરિયાત અને મરજીને લઈને ચર્ચા કરવી હાસ્યાસ્પદ છે. દરેક ભારતીય સુરક્ષિત જીવનની તક મેળવવા માટે હકદાર છે.'
આ મુખ્યમંત્રીઓએ કરી હતી માગણી
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ પ્રકારે માગણી કરી હતી. નોંધનીય છે કે સમગ્ર દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ હાલ 45 વર્ષથી ઉપરના તમામને રસી મૂકવામાં આવી રહી છે. જ્યારે ઓડિશાના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અપર મુખ્ય સચિવ પી કે મહાપાત્રાએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને રાજ્યમાં રસીકરણ સુચારુ ઢબે ચલાવવા માટે કોવિશીલ્ડના 15-20 લાખ ડોઝ આપવાની ભલામણ કરી હતી.
Corona: PM Modi એ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વીટ કરીને આપ્યો આ ખાસ સંદેશ
મહારાષ્ટ્રમાં એક બાજુ ભયંકર કોરોના વિસ્ફોટ, બીજી બાજુ વઝેનો 'લેટર બોમ્બ'
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube