નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (NPR)ના મામલા પર હજુ પણ દેશમાં ઘણા પ્રકારની અફવાઓ ફેલાયેલી છે. આ બધા સવાલો વચ્ચે મંગળવારે મોદી સરકારે સ્પષ્ટ કર્યું કે, NPRને અપડેટ કરવા દરમિયાન કોઈપણ પ્રકારના દસ્તાવેજોની જરૂર નથી, આ દરમિયાન આધાર કાર્ડ નંબર આપવો પણ વૈકલ્પિક હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સંસદમાં આ લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરના અપડેશન દરમિયાન દરેક પરિવાર અને વ્યક્તિની જાણકારી લેવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કાગળોની માગ પર રાજ્ય સરકાર તરફથી ઘણા સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં હતા, પરંતુ હવે સરકારનું કહેવું છે કે તે રાજ્ય સરકાર સાથે વાત કરશે. 


કોંગ્રેસ નેતા મનીષ તિવારીના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં સરકાર તરફથી જવાબ આપ્યો હતો. પોતાના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું, 'એનપીઆરના અપડેશન દરમિયાન કોઈપણ દસ્તાવેજની જરૂર નથી.' સાથે તે પણ જવાબ આપવામાં આવ્યો કે આ દરમિયાન એવા કોઈ વેરિફિકેશન કરવામાં આવશે નહીં, જેથી કોઈની નાગરિકતા પર સવાલો ઊભા થાય. 


ચૂંટણીના ચાર દિવસ પહેલા AAPએ ખોલ્યો 'પટારો', કેજરીવાલના આ 'માસ્ટરસ્ટ્રોક'થી થશે દિલ્હી ફતેહ?

ઉલ્લેખનીય છે કે મંગળવારે એક અન્ય જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે, ભારત સરકારે હજુ દેશભરમાં એનઆરસી લાગૂ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. તેવામાં એનઆરસી સાથે જોડાયેલા કોઈપણ સવાલનું મહત્વ નથી. CAA બાદ NRC અને NPRના મામલા પર વિપક્ષ તરફથી સતત કેન્દ્ર સરકારને નિશાન પર લેવામાં આવી છે. 


અત્યાર સુધી બિહાર, મહારાષ્ટ્ર, બંગાળ, રાજસ્થાન, પંજાબ સહિત ઘણા રાજ્યોએ પોતાને ત્યાં નેશનલ રજીસ્ટર ફોર સિટીઝન ન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...