Digital Rape Case with Minor: યુપીના નોઈડાથી એક 4 વર્ષની બાળકી સાથે ડિજિટલ રેપનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ નોઈડાના સેક્ટર 37માં એક ખાનગી શાળામાં 4 વર્ષની બાળકી સાથે અજાણ્યા યુવકે ડિજિટલ રેપ કર્યો. સારવાર દરમિયાન પરિજનોને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે બુધવારે નોઈડાના સેક્ટર 39માં કેસ દાખલ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાળામાં અજાણી વ્યક્તિએ કર્યો ડિજિટલ રેપ
મળતી માહિતી મુજબ નોઈડા પોલીસ સીસીટીવીના આધારે આરોપીની શોધ કરી રહી છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ નોઈડા સેક્ટર 39ની એક સોસાઈટીમાં રહેતી માતાએ પોલીસને ફરિયાદ કરી કે 4 વર્ષની દીકરી સાથે શાળામાં અજાણ્યા યુવકે ડિજિટલ રેપ કર્યો. ઘરે આવીને પુત્રીએ જણાવ્યું કે તેને આખા શરીરમાં ખંજવાળ આવે છે. માતાએ બાળકીને પાઉડર લગાવી આપ્યો પણ ખંજવાળ બંધ થઈ નહીં. બાળકીને જ્યારે નજીકની હોસ્પિટલ લઈ જવાઈ અને ડોક્ટરે સારવાર દરમિયાન બાળકી સાથે વાત કરી તો તેણે શાળામાં ઘટેલી આ કરતૂત અંગે જાણકારી આપી. 


પોલીસ તપાસ ચાલુ
બુધવારે પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યાં મુજબ આ અંગે શાળામાં તૈનાત સ્ટાફ અને ટીચર્સની પૂછપરછ થઈ રહી છે. આ સાથે જ સીસીટીવી ફૂટેજ પણ ફંફોળવામાં આવી રહ્યું છે.


શું હોય છે ડિજિટલ રેપ
અત્રે જણાવવાનું કે જો કોઈ વ્યક્તિ બાળકી કે મહિલાની સહમતિ વગર તેના પ્રાઈવેટ પાર્ટને પોતાની આંગળીઓ કે અંગૂઠાથી છેડે તો તે ડિજિટલ રેપ કહેવાય છે. વિદેશમાં ડિજિટલ રેપ શબ્દ ખુબ પ્રચલિત હોય છે. ભારતમાં પણ તેના માટે કાયદો બન્યો છે. અંગ્રેજી ડિક્શનરીમાં આંગળી, અંગૂઠો, પગની આંગળીને પણ ડિજિટથી સંબોધિત કરાય છે. આથી આ પ્રકારની હરકતને ડિજિટલ રેપ નામ આપવામાં આવ્યું છે. 


(ઈનપુટ-IANS)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube