યુપીના ગૌતમબુદ્ધ નગર જિલ્લાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં મૃતક રિટાયર્ડ ઓફિસરને ત્રણ ત્રણ મહિલાઓ તેમના પતિ તરીકે ગણાવી રહી છે. એટલું જ નહીં ત્રણેય ઓફિસરોએ કરોડોની સંપત્તિ પર દાવો ઠોંક્યો છે. દરેકનું કહેવું છે કે તે તેની પત્ની છે. આથી પ્રોપર્ટી પર તેનો જ હક છે.ઓફિસરની પત્ની હોવાનો દાવો કરતી ત્રણેય મહિલાઓ પાસે મેરેજ અને ડેથ સર્ટિફિકેટ છે. આવામાં સૌથી મોટું ટેન્શન હવે ઓથોરિટી માટે એ ઊભું થયું છે કે કોને પત્ની ગણવી. હાલ ઓથોરિટીએ પ્રોપર્ટી ટ્રાન્સફર પર રોક લગાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
મીડિયા રિપોર્ટ્સ મુજબ રિટાયર્ડ આઈએએસ અધિકારી હરી શંકર મિશ્રા પીસીએસ ઓફિસર હતા જે પ્રમોશન બાદ આઈએએસ બન્યા હતા. 2014માં તેઓ રિટાયર થઈ ચૂક્યા છે. ગત 11 જુલાઈ 2024ના રોજ તેમનું નિધન થયું. રિટાયર્ડ ઓફિસરના મોતને એક મહિનો થયો હતો કે એક મહિલા નોઈડા ઓથોરિટી પાસે પહોંચી અને પોતાનું નામ શીબા શિખા જણાવ્યું. મહિલાના જણાવ્યાં મુજબ તે રિટાયર્ડ આઈએએસ ઓફિસરની પત્ની છે. તેમના લગ્ન અને ડેથ સર્ટિફિકેટ પણ બતાવ્યા અને મૃતક ઓફિસરની સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી. 


ડોક્યુમેન્ટ દેખાડ્યા બાદ નોઈડા ઓથોરિટીએ સેક્ટર 62માં આરએન-14ની જગ્યા મહિલાના નામે કરી દીધી. તેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે. પરંતુ નોંધવા જેવી વાત એ છે કે મહિલાએ જે મેરેજ સર્ટિફિકેટ બતાવ્યું તે રિટાયર્ડ ઓફિસરના મોતના 8 દિવસ પહેલા એટલે કે 3 જુલાઈ 2024નું છે. એટલે સુધી તો બધુ ઠીક હતું પરંતુ 23 ડિસેમ્બરે વધુ એક મહિલા ઓથોરિટી પાસે પહોંચી અને ઓફિસરની સંપત્તિ પર દાવો ઠોંક્યો. તેનું કહેવું છે કે 27 વર્ષ પહેલા બંનેએ લગ્ન કર્યા અને તેમના બે બાળકો પણ છે. 


વધુ સમસ્યા ત્યારે થઈ જ્યારે ઓથોરિટીમાં વધુ એક મહિલા પહોંચી જે પોતાને મૃતક રિટાયર્ડ ઓફિસરની પુત્રી ગણાવે છે. તેનો દાવો છે કે ઓફિસરની અસલ પત્ની કુશીનગરમાં રહે છે. તે બીમાર છે જેના કારણે ઓફિસ પહોંચી શકી નહીં. જ્યારે તેમની પાસે દસ્તાવેજો માંગવામાં આવ્યા તો યુવતીએ મેરેજ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ બધાની સામે રજૂ કરી દીધા. જેને જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. હવે સવાલ એ ઊભો થયો કે  કોણ અસલી અને કોણ નકલી. હાલ રિટાયર્ડ આઈએએસની સંપત્તિની ટ્રાન્સફર પર રોક લગાવવામાં આવી છે.