નંબર પ્લેટ પર જાતી લખનારાઓની ખેર નથી, જાત પર ન પાત પર, મેમો મળશે હાથ પર...
NCRમાં નંબર પ્લેટ પર જાતી લખનારાઓની ખેર નહી, અધિકારીઓ હવે વાહનો પર કડક કાર્યવાહી કરવાનાં મુડમાં
નવી દિલ્હી : પરિવહનનાં નિયમોને ઠેંગો દેખાડીને પોતાની ગાડીઓની નંબર પ્લેટ પર પોતાની જાતી લખનારા લોકોની વિરુદ્ધ હવે પોલીસ આકરી કાર્યવાહી કરવાનાં મુડમાં છે. નોએડા પોલીસે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ ચાલુ કરી દીધી છે. દિલ્હી એનસીઆરમાં એવા અનેક લોકો છે જેઓ નંબર પ્લેટ પર પોતાની જાતી લખે છે. તેમાં કેટલાક તો એવા છે જે નંબર પ્લેટ પર નંબરના બદલે પોતાની જાતીનું નામ લખે છે. એવા લોકોની અક્કલ લગાવનારા નોએડામાં અભિયાન ચાલુ કરી દીધું છે.
એડીશનલ એસપી રાહુલ શ્રીવાસ્તવે આ અભિયાન મુદ્દે એક ટ્વીટ કર્યું છે. તેમણે આ અંગે વ્યંગ કરતા લખ્યું છે કે, જાત પર ન પાત પર, ચલણ મલશે હાથ પર... સમગ્ર એનસીઆરમાં આવા અનેક વાહનો મળી જશે. જેના પર જાટ, પંડિત, ગુર્જર, જાટવ જેવા અનેક નામ લખેલા મળી શકશે.
આ પ્રકારનાં ટ્વીટ પર લોકોએ ધન્યવાદ તો કહ્યો જ છે, સાથે જ પોતાની સલાહ પણ મોકલી આપી છે. એવા જ એક યુઝર અજય પાંડેએ લખ્યું કે, જે ગાડીઓની નંબર પ્લેટ પર જાતી લખી હતી તે વાહનોનાં મેમો ફટકાર્યા છે. હવે યુપી પોલીસને નિવેદન છે કે જે ગાડીઓનાં પાછળનાં કાચ પર જાતી લખેલી હોય છે તે વાહનોનું પણ મેમો ફટકારવામાં આવે. સેતુ બંધુ પાડેએ લખ્યું છે, સર આજકાલ હું જોઇ રહ્યો છું કે ઘણા બધા દ્વિચક્રી વાહનો પોતાની હેડ લાઇટ સાથે બે બે લાઇટ અલગથી લગાવી રહ્યા છે. જેનાંથી રાત્રીમાં સામે આવનાર લોકોને તે ખબર નથી મળતી કે વાહન દ્વિચક્રી છે કે પછી ગાડી છે.