નોઇડા: ટ્રાફિક નિયમ (Traffic Rules) તોડનારને પાઠ ભણાવવા માટે નોઇડા વહિવટી તંત્ર (Noida Authority)એ અનોખું અભિયાન શરૂ કર્યું છે. નોઇડામાં જો તમે ટ્રાફિક નિયમો (Traffic rules)નું ઉલ્લંઘન કર્યું તો તમારી ગાડીની સાથે તમારો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral onSocial Media) કરવામાં આવશે. તેના માટે પરિવહન વિભાગે ટ્રેન્ડ ફોટોગ્રાફર નિયુક્ત કર્યા છે. જે નિયમ તોડનારનો ફોટો પરિવહન વિભાગને મોકલે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: 'પ્રોટેમ સ્પીકર' માટે આ 3 નામોની છે ચર્ચા, જાણો કોણ છે આ


નોઇડા આરટીઓના ટ્રાંસપોર્ટ ઓફિસર હિમેશ તિવારીએ ઝી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો તમે નોઇડા અથવા ગ્રેટર નોઇડામાં ગાડી ચલાવી રહ્યા છે અને ટ્રાફિક નિયમોનું પાલન નથી કરી રહ્યા, તો બની શકે કે તમારા ઘરે ચલણ આવતાં પહેલાં તમારા વોટ્સએપ અથવા ફેસબુક પર તમારો ફોટો આવી જશે. તમે ભલે ટ્રાફિક પોલીસ અને ઓટોમેટિક કેમેરાની નજરથી બચી શકશો નહી. પરંતુ તમને આ ફોટોગ્રાફર રંગેહાથ પકડી શકે છે. અને આ વખતે ના ફક્ત દંડ ભરવો પડશે પરંતુ તમારો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ શકે છે. આ ફોટા ARTO Gautam Buddha Nagar નામથી ફેસબુક પેજ પર વાયરલ થશે જ્યાં લગભગ 50,000 લોકો જોડાયેલા છે. 

સુપ્રીમ કોર્ટે 30 કલાકનો સમય આપ્યો છે, અમે તો 30 મિનિટમાં જ બહુમત સાબિત કરી શકીએ છીએ: સંજય રાઉત


ટ્રાંસપોર્ટ ઓફિસરે જણાવ્યું કે ઓથોરિટીએ એક દિવસમાં લગભગ 95 ફોટો વોટ્સઅપ અને ફેસબુક પર વાયરલ કરવામાં આવ્યા છે. કોઇએ હેલ્મેટ પહેર્યું ન હતું તો કોઇએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો. તમને જણાવી દઇએ કે આ ફોટામાં લોકોની ગાડીનો નંબર પણ હોય છે. જેથી નિયમ તોડનાર પોતાની ભૂલ સ્વિકારવાની ના પાડી શકે. આ ફોટા સામાન્ય કેમેરા દ્વારા નહી પરંતુ GPS enabled એપમાં લેવામાં આવે છે. જેમાં ફોટાની સાથે-સાથે તારીખ, જગ્યાનું નામ અને સમય પણ હોય છે. ત્યારબાદ આ ફોટા પરિવહન વિભાગને મોકલવામાં આવે છે. જ્યાં પહેલાં આ ગાડીઓ પર દંડ ફટકારવામાં આવે છે ત્યારબાદ તેમના ફોટા વોટ્સએપ અને ફેસબુક પર શેર કરવામાં આવે છે. 

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારની કાલે અગ્નિપરીક્ષા: હોર્સ ટ્રેડિંગને રોકવા માટે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે: સુપ્રીમ કોર્ટ


આ કામમાં ગોઠવવામાં આવેલા ફોટોગ્રાફર આઝાદ પુંદીરે જણાવ્યું કે આ અભિયાન માટે ફોટોગ્રાફરને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં ટ્રાફિકના નિયમોથી માંડીને લોકો સાથે વાતચીત કરવા સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે. સાથે જ સુરક્ષાનું ધ્યાન રાખતાં બધાનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે. એટલું જ નહી નિર્ધારિત ફોટોગ્રાફરોને ઓથોરિટીની તરફથી સાઇન કરેલું આઇડી પણ આપવામાં આવ્યું છે. જેથી લોકો નિશ્વિત થઇ શકે કે તેમનો ફોટો વહીવટીતંત્ર દ્વારા પાડવામાં આવ્યો છે. આ અભિયાનમાં જ્યાં કેટલાક લોકો પ્રશાસનને સાથે આપી રહ્યા છે તો કેટલા આ ફોટોગ્રાફરો સાથે ઝઘડો કરી રહ્યા છે. એવામાં લોકોને યોગ્ય રીતે અભિયાન વિશે સમજાવવામાં આવે છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube