નવી દિલ્હી : જો તમે પણ ચેકથી લેવડ-દેવડ કરે છે તો આ સમાચાર તમારા માટે છે કારણ કે આવતા મહિનાથી આ ચેક બેકાર થઇ જશે. અનેક બેંકોએ ચેકબુક સરેન્ડર કરવા અને નવી ચેકબુક ઇશ્યું કરવા માટે પોતાનાં ગ્રાહકોને મેસેજ મોકલવાનું પણ ચાલુ કરી દીધું છે જેના અનુસાર નોન સીટીએસ ચેક બુક આગામી મહિનાથી સ્વિકાર કરવામાં આવશે. આ સંબંધમાં દરેક બેંકની અલગ-અલગ ડેડલાઇન છે. બેંક, આરબીઆઇનાં નિર્દેશ અનુસાર એવું કરી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક આપી રહી છે નવી ચેકબુક
આરબીઆઇ આશરે 3 મહિના પહેલા બેંકોને નિર્દેશ આપતા કહ્યું હતું કે, 1 જાન્યુઆરી 2019થી નોટ સીટીએસ ચેકનો પ્રયોગ સંપુર્ણ બંધ કરે. આરબીઆનનાં નિર્દેશનું પાલન બેંક એવા ચેકને લેવાનું બંધ કરી દેશે. બેંક પોતાના ગ્રાહકોની જુની ચેક બુક સરેન્ડર કરીને નવી ચેક બુક લેવા માટેની સલાહ આપી રહી છે. 

એસબીઆઇએ નિશ્ચિત કર્યું 12 ડિસેમ્બરની ડેડલાઇન
નોટ-સીટીએસ ચેક બુક બંધ કરવામાં આવી હોવાની ડેડલાઇન આમ તો 31 ડિસેમ્બર, 2018 છે પરંતુ એસબીઆઇએ ગ્રાહકોને મોકલેલા સંદેશમાં કહ્યું કે, 12 ડિસેમ્બરમાં તેઓ આ પ્રકારનાં ચેકનો સ્વિકાર નહી કરે. જો તમે એસબીઆઇનાં કસ્ટમર છો તો પોતાની નવી ચેકબુક મંગાવી લો.

પંજાબ નેશનલ બુંકે પણ નિશ્ચિત કરી ડેડલાઇન
પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ પોતાનાં ગ્રાહકોને સીટીએસ (ચેક ટ્રંકેશન સિસ્ટમ)વાળા ચેક પરત કરીને તેના સ્થાને નવા ચેક લાવવા માટે કહ્યું છે. બેંક જાન્યુઆરીથી સીએસટી વાળા ચેક સ્વિકાર નહી કરે. પીએનબીએ અધિસુચના ઇશ્યું કરીને કહ્યું કે, સીટીએસ સુવિધાનો ચેક 1 જાન્યુઆરી, 2019થી ક્લીયરન્સ માટે નહી આપવામાં આવશે. બેંકે ગ્રાહકોને સીટીએસ સુવિધાનાં ચેકનાં સ્થાને બીજો ચેક લેવા માટે કહ્યું છે. 
સીટીએસ ચેકથી મળી શકે છે સારી સુવિધા

સીટીએસનાં ચેક થકી મળી શકે છે સારી સુવિધા
સીટીએસમાં ચેકની ચુકવણીનું કામ ઝડપથી થાય છે. આ વ્યવસ્થામાં ચેકનાં ક્લિયરન્સ માટે એક બેંક બીજી બેંકમાં લઇ જવાની જરૂર નથી હોતી. તેનું ક્લિયરન્સ માટે માત્ર ઇલેક્ટ્રોનિક કોપી રજુ કરવામાં આવે છે. તેના કારણે ગ્રાહકની સુવિધા પણ મળી શકે છે.