નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆત તરફથી ભાડું ન આપવાનો સિવિલ વિવાદનો મામલો છે આ કોઇ ફોજદારી કેસ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ભાડુઆત ભાડુ ન આપતો તો તેના માટે આઇપીસી કલમ હેઠળ થઇ શકે નહી. કોર્ટે તાજેતરમાં જ સંભળાવેલા પોતાના આ ચૂકાદામાં ભાડુઆત વિરૂદ્ધ કેસ દાખલ કેસને નકારી કાઢતાં આ ટિપ્પણી કરી હતી. 


હાઇકોર્ટે આપી ન હતી રાહત
સુપ્રીમ કોર્ટમાં નીતૂ સિંહ વર્સીસ સ્ટેટ ઓફ યૂપીનો કેસ આવ્યો હતો. ભાડુઆત વિરૂદ્ધ આઇપીસી કલમ 403 (બેનામી સંપત્તિનો ઉપયોગ કરવો) તથા 415 (દગો આપવો) ની કલમોમાં કેસ દાખલ થયો હતો. તો બીજી તરફ અલ્હાબાદ હાઇકોર્ટે અરજીકર્તાની અરજી પર રાહત આપવાનું મન બનાવી લીધું અને દાખલ કેસ નકારી કાઢવાની મનાઇ કરી દીધી હતી. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube