તિરુવનંતપુરમ: કોરોના (Coronavirus) મહામારી  (Epidemic)નો ખતરો સમાપ્ત થયો નથી કે તેવામાં કેરળ (Kerala)માં નોરો વાયરસના કેસોએ ચિંતા વધારી દીધી છે. કેરળના વાયનાડમાં નોરો વાયરસના 13 દર્દીઓ મળી આવતા ખળભળાટ મચ્યો છે. તંત્રનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે, આવી કપરી પરિસ્થિતિમાં આ નવા રોગને લઈને એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે નોરો વાયરસ?
નોરો વાયરસ જઠરાંત્રિય (ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ) રોગનું કારણ બને છે. આમાં પેટ અને આંતરડામાં સોજો, ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. નોરો વાયરસ તંદુરસ્ત લોકો પર વધુ અસર કરતું નથી. પરંતુ તે નાના બાળકો, વૃદ્ધો અને અન્ય ગંભીર રોગોથી પીડિત લોકો માટે જોખમી બની શકે છે.


નોરો વાયરસ કેવી રીતે ફેલાય છે?
જાણો કે નોરો વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી અથવા ચેપગ્રસ્ત સ્થળને સ્પર્શ કરવાથી અન્ય લોકો સુધી પહોંચે છે. તમને જણાવી દઈએ કે વધુ પડતા ઝાડા કે ઉલ્ટીના કારણે શરીરમાં પાણીની કમી થવાની સમસ્યા વધી શકે છે.


નોરો વાયરસથી કેવી રીતે બચવું?
નોરો વાયરસથી ચેપગ્રસ્ત લોકોએ ઘરે આરામ કરવો જોઈએ. ORS અને ઉકાળેલું પાણી પીતા રહો. ખોરાક ખાતા પહેલા અને શૌચ કર્યા પછી હાથને સારી રીતે ધોઈ લો. પ્રાણીઓના સંપર્કમાં આવતા લોકોને ખાસ ધ્યાન આપવાની જરૂર છે.


તમને જણાવી દઈએ કે, બે અઠવાડિયા પહેલા વાયનાડ જિલ્લાના વિથિરી નજીક પુકોડે ખાતેની વેટરનરી કૉલેજના 13 વિદ્યાર્થીઓને નોરો વાયરસના અહેવાલ મળ્યા હતા, જે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાતો પ્રાણીજન્ય રોગ હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube