નવી દિલ્હી : રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની એક પૂર્વ માલિકી ધરાવતી સહાયક કંપની રેલટેલ ઇન્ટરપ્રાઇઝ લિમિટેડ (REL)ને ઉત્તર રેલવેનાં 13 રેલવે સ્ટેશનો પર જુના મેકનિકલ સિગનલિંગ ઉપકરણો બદલે અને તેમના સ્થાન પર અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ લગાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. હાલનાં મેકેનિકલ સિગનલિંગ પ્રણાલી લગાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. હાલના મિકેનિકલ સિગનલિંગ પ્રણાલી ડાઉન કરવા અને પાટાઓ બદલવા માટે લીવર ફ્રેમોનો ઉપયોગ થાય છે. નવી ઇલેક્ટ્રોનિક સિગનલિંગ પ્રણાલીનાં એક ક્લિકથી જ સિગનલ ડાઉન કરવા અને પાટાઓ બદલવા સક્ષમ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે પણ વાપરો છો ક્રોમ તો થઇ જાઓ સાવધાન, હેક થઇ શકે છે બેંક એકાઉન્ટ

3 દિલ્હી મંડળ અને 10 અંબાલા મંડળના સ્ટેશન
અમારી સહયોગી વેબસાઇટ ZEE Bussiness ના અનુસાર આરઇએલને જે 13 રેલવે સ્ટેશનોનું કામ સોંપવામાં આવ્યું છે તેમાંથી 3 દિલ્હી મંડળ અને 10 અમ્બાલા મંડળનાં 10 રેલવે સ્ટેશનમાં આનંદ સાહિબ, નંગલડેમ, રોપડ થર્મલ પ્લાંટ, બલુઆના, ગિદ્દડબાહા, મલોટ, પક્કી, પંજકોસી, હિંદુમકોટ અને ફતુહીનો સમાવેશ થાય છે. આ યોજનાનો સરેરાશ ખર્ચ 87 કરોડ રૂપિયા છે. 


70 અધિકારીઓને પછાડીને CBI ચીફ બન્યા આરકે શુક્લા, આવો છે તેમનો ભુતકાળ

આરઇએલ અને ઉત્તર રેલવેની વચ્ચે કાર્ય પ્રારંભ કરવા માટે સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજુતી મહાપ્રબન્ધક, ઉત્તર રેલ્વે ટી.પી સિંહની હાજરી (જયપુરથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા) થયું. મુખ્ય સિગનલ અને દુરસંચાર એન્જીનિયર/ યોજના/ ઉતર રેલવે નીરજ ગુપ્તા અને આરઇએલના ગ્રુપ જનરલ મેનેજર પી.વી શ્રીકાંતે આ સમજુતી પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે ઉતર રેલવેના અપર મહાપ્રબન્ધક, રાજેશ તિવારી, ઉત્તર રેલવેના પ્રમુખ મુખય સિગનલ અને દુરસંચાર એન્જીનિયર, એસ.પી ઉપાધ્યાય, આર.ઇ.એલના ચેરમેન પુનિત ચાવલા, આરઇએલના નિર્દેશક એ.કે સબલાનિયા અને આરઇએલ અને રેલવેના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. 


Delhi NCR Earthquake: દિલ્હી સહિત NCRમાં 6.1ની તિવ્રતાનો ધરતીકંપ

આ નવી પ્રણાલીની ઉપયોગીતા પર પ્રકાશ પાડતા ઉતર રેલવેના મહાપ્રબંધક શ્રી ટી.પી સિંહે કહ્યું કે, આ અત્યાધુનિક સિગનલિંગ પ્રણાલી રેલ સંચાલનમાં સંરક્ષતા અને દક્ષતાને વધારે મજબુત બનાવવામાં સહયોગ થાય છે. અમે આ સ્ટેશનો પર પ્રણાલી લગાવવાનું કાર્ય શીઘ્રતાથી પુર્ણ કરવાની જરૂર છે.