નવી દિલ્હી : બીએસએફએ શુક્રવારે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રસ્તાવિત કરતારપુર કોરિડોરની દેખરેખ કરવી તેના માટે મુશ્કેલ વાત નથી. કારણ કે તેઓ વર્ષોથી પંજાબમાં અટારી-વાઘા સીમા પર એવું જ જામ કરી રહ્યા છે. 
સીમા સુરક્ષા દળ (BSF) પ્રમુખ રજનીકાંત મિશ્રાએ પત્રકારોને પુછ્યું હતું કે, શું દળની સામે જનતા માટે આ સીમાને ખોલવા અંગે ખાલિસ્તાની આતંકવાદનાં ફરીથી માથુ ઉચકવા સહિત અન્ય સુરક્ષા ચિંતાઓ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષોથી અટારી-વાધા સીમા પર આ કામ કરી રહ્યા છે
જે અંગે ડીજીએ શનિવારે દળનાં 54માં સ્થાપના દિવસ પહેલા કહ્યું કે, અમે વર્ષોથી પંજાબમાં અટારી-વાધા સીમા પર વર્ષોથી કામ કરી રહ્યા છીએ. તેની (કરતારપુર કોરિડોર)ની સંરક્ષણ કરવી કોઇ મુશ્કેલ કામ નથી. બીએસએફ અટારી-વાધા સીમા પર સશસ્ત્ર સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવે છે અને તેઓ તેમાં લોકોને પ્રવેશ આપવા અને બહાર નિકળવાની અનુભુતી આપવા માટે જવાબદાર છે. 

એક નવી બટાલિયન ફરજંદ કરવા અંગે વિચાર કરી રહી છે બીએસએફ
ત્યાર બાદ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સીમા સંરક્ષણ દળ કોરિડોરની ગતિવિધિને પહોંચી વળવા માટે એક નવી બટાલિયન (આશરે 1000 જવાન) ફરજંદ કરવા અંગે વિચાર કરી રહી છે અને તેને કેટલાક આધુનિક નિગરાની અને સંરક્ષણ ઉપકરણોની પણ જરૂરિયાત પડશે. 

અધિકારીઓએ કહ્યું કે, અટારી-વાધા સીમા જેવી હશે. તેમણે કહ્યું કે, અમે સીમાની બંન્ને તરફ લોકોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ત્યાં દળની એક મજબુત ટીમને ફરજંદ કરી છે. તેમણે કહ્યું કે, કરતારપુર કોરિડોર માટે પણ એવું કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે ગૃહમંત્રાલયની શ્રમશક્તિ અને અન્ય વસ્તુઓની મંજુરી માંગશે. 

પંજાબમાં નાયડૂ અને અમરિંદરે રાખી હતી કરતારપુર કોરિડોરમાં પાંયો
પંજાબના ગુરૂદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનકમાં કરતારપુર કોરિડોરનો પાયો સોમવારે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ અને મુખ્યમંત્રી અમરિંદર સિંહે મુકી હતી. પાકિસ્તાન તરફથી વડાપ્રધાન ઇમરાન ખાને બુધવારે એક ભવ્ય સમારંભમાં આ કોરિડોરનો પાયો નાખ્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રીઓ હરસીમરત કૌર બાદલ અને હરદીપ પુરી જોડાયા હતા.